તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શુક્રવારે મુખ્યમંત્રી ભુજ આવ્યા તો આડેધડ પાર્ક થયેલા વાહનો ખસેડાયા, બીજા દિવસે જૈસે થે!

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રથમ તસવીરમાં સીએમ માટેનું ભુજ, બીજી તસવીરમાં કોમન મેન માટેનું ભુજ - Divya Bhaskar
પ્રથમ તસવીરમાં સીએમ માટેનું ભુજ, બીજી તસવીરમાં કોમન મેન માટેનું ભુજ
  • કોમર્શિયલ બિલ્ડિંગમાં પાર્કિંગની અવ્યવસ્થાને કારણે  રસ્તા સુધી વાહનોનું પાર્કિંગ 

ભુજઃ છેલ્લા દાયકામાં શહેરમાં વાહનોની સંખ્યા અનેક ગણી વધી ગઈ છે જેને લઇને ભુજમાં ઠેકઠેકાણે પાર્કિંગની સમસ્યા પણ ઉભી થઇ છે. જયુબિલી સર્કલથી કલેકટર કચેરી તરફ જતા રસ્તા પર બન્ને બાજુ વાહનોનો કાયમી જમાવડો હોય છે. શુક્રવારે મુખ્યમંત્રીની ટાઉન હોલના કાર્યક્રમમાં હાજરીને કારણે આ વિસ્તારના રસ્તાઓ ઉપર ટ્રાફિક પોલીસે એક દિવસ પૂરતા પ્રયત્નો કરી સુવ્યવસ્થા ગોઠવી હતી, તો બીજે દિવસે શનિવારે જેમ હતું તેમ રસ્તા ટૂંકા પડે તેમ વાહનો ગોઠવાઈ ગયા હતા. કોમર્શિયલ બિલ્ડિંગમાં પાર્કિંગની અવ્યવસ્થાને કારણે વાહનમાલિકોને મજબૂરીથી રસ્તા સુધી વાહનોનું પાર્કિંગ કરવુ પડે છે. આ એ રસ્તો છે કે જેના પરથી કલેકટરને પણ કદાચ દરરોજ પસાર થવું પડતું હશે. 

 

 

અન્ય સમાચારો પણ છે...