તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચ્છી કોયલ ગીતા રબારી પર નવસારીમાં યોજાયેલી સંતવાણીમાં ડોલર વરસ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • થોડા જ સમયમાં તેમના એક ગીતે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુકમાં સ્થાન પણ મેળવ્યું હતું

ભુજ: કચ્છી કોયલનું ઉપનામ મેળવનાર ગીતાબેન રબારીએ તાજેતરમાં નવસારી ખાતે ગૌ સેવાના લાભાર્થે સંતવાણી યોજી હતી. શનિવારે રાત્રે યોજાયેલ આ સંતવાણીમાં ગીતા રબારી પર રૂપિયાની સાથે ડોલરનો પણ વરસાદ થતાં અનેરો માહોલ ખડો થયો હતો.

 

નવસારીમાં આયોજીત આ સંતવાણીનો લ્હાવો લેવા માટે ઠંડીના ચમકારા વચ્ચે પણ હજારોની મેદની ઉમટી પડી હતી.  જેમાં એનઆરઆઇ લોકોની વિશેષ ઉપસ્થિતી ઉડીને આંખે વળગી હતી. દરમિયાન ઘોર પેટે લાખો રૂપિયાની ભારતિય ચલણી નોટ સાથે ડોલરનો પણ અવીરત વરસાદ જારી રહ્યો  હતો.  ઉલ્લેખનિય છે કે તાજેતરમાં ગીતા રબારીના ગીત રોણા શેરમાના યુટયુબ ચેનલ પર 20 કરોડ વ્યુઅર થતાં મેકસીમમ વ્યુઓન ગુજરાતી ફોક સોંગઓન યુ ટયુબની શ્રેણીમાં વર્લર્ડ રેકોર્ડ બુકમાં સ્થાન મળ્યું હતું.જે બદલ તેમણે સંગીતપ્રિય જનતાનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...