તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભુજની માતૃછાયા શાળામાં ધોરણ 11માં અભ્યાસ કરતી છાત્રાનો પંખે લટકી આપઘાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃતક રીયા દોશીની ફાઈલ તસવીર - Divya Bhaskar
મૃતક રીયા દોશીની ફાઈલ તસવીર
  • રવિવારે રાત્રે 11 વાગ્યે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લીધો 
ભુજ: ભુજની માતૃછાયા શાળામાં ધોરણ 11માં અભ્યાસ કરતી અને વર્ધમાનનગરમાં રહેતી 16 વર્ષની તરૂણીએ રવિવારે રાત્રે પોતાના ઘરે પંખા પર લટકી જઇને ગળાફાંસો ખાઇ લીધો હતો. રવિવારની મોડીરાત્રે આત્મહત્યા કરનારી ધોરણ 11ની છાત્રા રીયા સાથેની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરીને  તેની બહેનપણીએ તેને શ્રદ્ધાંજલી પાઠવી હતી અને હૃદયની લાગણીઓ વ્યકત કરતા લખ્યું હતું, મીસ યુ સો મચ રીયા...!

અગાઉ શાળામાં લેવાયેલી પરીક્ષામાં રીયા જે વિષયમાં બે-બે વખત નાપાસ થઇ હતી, સોમવારે પણ તે જ વિષયની પરીક્ષા હતી, આથી  નાપાસ થવાની બીકે તેણે આત્મઘાતી પગલું ભરી લીધું હોય તેવું માનવામા આવી રહ્યું છે.રીયા રવિવારે રાત્રે આઠ વાગ્યાના અરસામાં માધાપર ખાતેથી પાઉભાજી લઇને ઘરે આવી અને માતા-પિતા સાથે ખાધી હતી, પણ રાત્રે એવો શું બનાવ બન્યો કે તેણે આત્મધાતી પગલું ભરવા મજબુર કરી ? એ સવાલ હજુ અનુત્તર જ રહ્યો છે.   

કોઇપણનું મૃત્યું એ આમ તો પોલીસ તંત્ર માટે ‘રૂટીન કામગીરી’ થી વિશેષ હોતું નથી, પણ જયાં તરૂણોના જીવન પર પૂર્ણવિરામ મુકાઇ ગયા હોય તેવા કિસ્સામાં મૃતકના માતા-પિતા જ નહીં, મિત્રો અને સગા-સબંધીઓની જિંદગીમાંથી પણ લાગણીની જાણે બાદબાકી થઇ ગઇ હોય એવી સ્થિતિ નિર્માણ થતી હોય છે. આથી આવા કિસ્સાઓને પોલીસે પ્રાયોરીટી આપીને માનવતાના ધોરણે કામ કરવું જોઇએ. જો કે, ખાખી વર્ધીની જાડી ચામડી પાસેથી આવી અપેક્ષા રાખવી કંઇક વધુ પડતું જ છે. શનિવારે બપોરે ઘડુલીમાં આપઘાત કરનાર પુજા પરમાર નામની તરૂણીની ઘટનામાં 48 કલાકથી પણ વધુ સમય વિતી ગયો હોવા છતાં હજુ સુધી પોલીસ તેની આત્મહત્યાનું કારણ શોધી શકી નથી.