તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાક મરીનનું વધુ એક કરતુત: પોરબંદરની 1 બોટ સાથે 5 માછીમારનું અપહરણ કર્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શુક્રવારે મોડી સાંજે જખૌ નજીકની આંતરરાષ્ટ્રિય જળસરહદે બનાવ બન્યો

નારાયણસરોવર: પાકિસ્તાન મરીન સિકયોરીટીએ વધુ અેક નાપાક કરતુત કરી જખૌ પાસેની ભારત-પાકિસ્તાનને જોડતી આંતરારાષ્ટ્રીય જળસરહદેથી 1 બોટ સાથે 5 માછીમારનું અપહરણ કરી લઇ જતાં સાગરખેડુ પરિવારમાં ભય સાથે આક્રોશ પણ ફેલાઇ ગયો છે. શુક્રવારની સાંજે પોરબંદરની શુભ વિનાયક નામની આઇએનડી જીજે 25,એમ.એમ 5337 નંબરની બોટ આંતરરાષ્ટ્રીય જળ સરહદ નજીક માછીમારી કરી રહી હતી. ત્યારે આ બોટમાં સવાર નાગા દયા, પટેલ દિલીપ, કંપાલિયા નરેશ,વાંજા પાંચા અને વિજય મોહન મકવાણા સહિતનું અપહરણ કરી ઉઠાવી જવાયા હતા. બોટના માલિક તોડારમલ રવિ કુમાર છોટાલાલ હોવાની વિગત સામે આવી છે.

 

 

હજુ ગત 26 ડિસેમ્બરે જ આંતરરાષ્ટ્રીય જળ સરહદ નજીક જામસલાયાની બોટમાં સવાર માછીમારો પર ફાયરીંગ કરી લૂંટપાટ કરાયાની ઘટના ઘટી હતી. ત્યારે છાશવારે બનતી આવી ઘટનાના પગલે સાગરખેડુ પરિવારોમા ભય ફેલાયો છે. તો માછીમારો વધુ જથ્થો મેળવવાની લ્હાયમાં પોતાનો જિવ જોખમમાં ન મુકે તેવીય ટકોર કરાઇ રહી છે.