તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભચાઉના ચાંદ્રોડીમાં હવામાં ફાયરિંગ કરી 12 જણા ખેડુત ઉપર તૂટી પડ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેપાભાઇના બન્ને હાથ અને પગમાં ફ્રેક્ચર - Divya Bhaskar
મેપાભાઇના બન્ને હાથ અને પગમાં ફ્રેક્ચર
  • ઓવરલોડ ડમ્પરો ચલાવવાના પાડતાં ખેડુત પર હુમલો
  • વાગડમાં ઓવરલોડિંગ અને ભુમાફિયાઓની દાદાગીરી વધી હોવાનો દાખલો સામે આવ્યા બાદ તંત્ર જાગશે?

ભચાઉ: ભચાઉ તાલુકાના ચાંદ્રોડી  અને કટારિયા રોડ ઉપર પોતાના ખેતર પાસેથી ઓવરલોડ રેતી ભરેલા ડમ્પર ચલાવવાની ના કહી તંત્રમાં ફરિયાદ કરવાનું કહેતાં મુળ ચાંદ્રોડીના હાલે સામખિયાળી રહેતા બે ખેડુત ભાઇઓ પર 12 જણા હવામાં ગોળીબાર કરી ધોકા,લાકડી, પાઇપ જેવા હથિયાર સાથે તૂટી પડ્યા હતા જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બન્ને ખેડુત ભાઇઓને ગાંધીધામ સારવાર માટે ખસેડાયા હતા.

 


આ બાબતે લાકડીયા પોલીસે 46 વર્ષીય મેપાભાઇ આહીરે નોંધાવેલી ફરીયાદ ટા઼કી વિગતો આપી હતી કે, ચાંદ્રોડી અને કટારિયા વચ્ચે આવેલા તેમના ખેતર પર ફરિયાદી મેપાભાઇ અને તેમના ભાઇ રાણાભાઇ આહીર હતા તે દરમીયાન તેમના ખેતરના શેઢા પાસેથી ઓવરલોડ રેતી ભરેલું ડમ્પર નિકળતાં મેપાભાઇએ ડમ્પર ચાલકને ખેતર પાસેથી ઓવરલોડ ગાડી ચલાવવાની ના પાડી અને જો ચલાવશો તો તંત્રમાં આ બાબતે ફરિયાદ અરજી કરવાનું કહેતાં ડમ્પર ચાલકે ફોન પર આ બાબતે કોઇને જાણ કર્યા બાદ તા.6/1ના રાત્રે 8:30થી 9:15 વાગ્યાના આરસામાં ભચાઉ રહેતા વિજયસિંહ મેઘુભા ઝાલા, મેઘુભા ઝાલા, અશોકસિંહ ઝાલા, લાકડિયામાં રહેતા અનવર લાલમામદ રાઉમા અને તેમની સાથે સાત થી આઠ અજાણ્યા ઇસમો ખેતર પર આવ્યા હતા અને હવામાં ગોળીબાર કરી મેપાભાઇ અને રાણાભાઇ ઉપર ધોકા,ધારીયા,લાકડી અને પાઇપ જેવા હથિયાર સાથે તૂટી પડ્યા હતા.