મુંબઈ ગયેલા કચ્છી પરિવારના ઘરમાં ચોરી, પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પુત્રએ ઘરમાં જ ચોરી કરવાનો પ્લાન ઘડ્યો

ભુજ: થોડા દિવસ પહેલા નલિયામાં એક મકાનમાં ચોરી થઈ હતી. ચોરી કરનાર અન્ય કોઈ નહીં પણ ઘર માલિકનો પુત્ર હોવાનું ખુલ્યું છે. જેથી પોલીસે આરોપી પુત્રની જામનગરથી ધરપકડ કરી છે. પિતા અને તેનો પરિવાર લગ્ન પ્રસંગે મુંબઈ ગયા હોવાથી આરોપી પુત્રએ ઘરમાં જ ચોરી કરવાનો પ્લાન ઘડ્યો હતો અને ચોરી કરવા માટે જામનગરથી નલિયા આવ્યો હતો.

1) આરોપી ચોરી કરવા માટે જામનગરથી નલિયા આવ્યો

ઘટનાની વિગત અનુસાર 16 ડિસેમ્બર 2018ના રોજ શંકરભાઈ પેરાજભાઈ ભાનુશાલીના મકાનમાંથી રોકડ અને ઘરેણાની ચોરી થઈ હતી. જે મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ કરતાં ચોરી કરનાર આરોપી ફરિયાદીનો પુત્ર જ હોવાનું સામે આવ્યું હતું.  જેથી પોલીસે વિનોદ ભાનુશાલીની જામનગરથી ધરપકડ કરી હતી. જો કે પોલીસે કરેલી પૂછપરછમાં આરોપીએ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.