તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • High Alert At Gujarat Pakistatn Border After Pakistan Aircraft Shot Down In Kashmir By Iaf Morning

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરહદી ગામોના સ્વાસ્થ્ય કેન્દ્રો પર દવાઓનો સ્ટોક રાખવા આદેશ, એરફોર્સ સ્ટેશન સ્ટેન્ડ ટુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મરીન પોલીસ, કોસ્ટ ગાર્ડ અને નેવી પણ સજ્જ
  • પાકિસ્તાન સરહદ પર રાજ્યમાં એલર્ટ
ભુજ/અમદાવાદ: રાજ્યની આંતરરાષ્ટ્રીય સરહદે અડીને આવેલા કચ્છ, પાટણ અને બનાસકાંઠા તેમજ દરિયાઈ વિસ્તારમાં આવેલા જિલ્લાના ગામોના સ્વાસ્થ્ય કેન્દ્રોના દવાના જથ્થો તૈયાર રાખવા માટે હેલ્થ વિભાગે જણાવી દીધું છે. તમામ ગામોના પીએચસી અને સીએચસી કેન્દ્રોમાં દવાનો સ્ટોક અને જરૂરી મેડિકલ સુવિધા સજ્જ રાખવા આદેશ આપી દેવામાં આવ્યા છે. જ્યારે આજે કચ્છ અને જામનગરના એરફોર્સ સ્ટેશનનોને સ્ટેન્ડ ટુ રખાયા છે.

ભારતીય વાયુસેનાને એલર્ટ રહેવાના પગલે જામનગર અને ભુજ એરબેઝ સ્ટેશન પર વાયુસેનાના જવાનોને સજ્જ કરીને પ્લેનોને સ્ટેન્ડ ટુ રખાયા છે. જ્યારે દરિયાઈ વિસ્તારોમાં પણ મરીન પોલીસ, નેવી અને કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયાઈ વિસ્તારોની આંતરરાષ્ટ્રીય સીમાઓ પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

કચ્છ, બનાસકાંઠાની સુઈગામ અને પાટણની સાંતલપુર પાસેની આંતરરાષ્ટ્રીય સરહદે સેના ખડેપગે છે. સામે કચ્છ સરહદ પાર કચ્છ બોર્ડરે વિઘા કોર્ટ પિલર નં.1111ની સામે પાકિસ્તાની આર્મીની હિલચાલમાં વધારો થયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો