તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક સમયે પછાત ગણાતો કચ્છ જિલ્લો હવે સરકાર માટે ટંકશાળ બન્યો, આવક- 28 અબજ 85 કરોડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંડલા પોર્ટની ફાઈલ તસવીર - Divya Bhaskar
કંડલા પોર્ટની ફાઈલ તસવીર
  • વિતેલા નાણાકિય વર્ષમાં સરહદી જિલ્લાએ સરકારને 28 અબજ રળી આપ્યા 
  • સ્ટેમ્પ ડ્યૂટીની વસુલાતમાં સર્વાધીક 1 અબજની આવક વાહનવેરા
  • જમીન મહેસુલ, સહિતે પણ તિજોરીને છલકાવી દીધી

ભુજ: એક સમયે પછાત ગણાતો કચ્છ જિલ્લો હવે વિકાસનો હરણફાળ ભરતો થઇ ગયો હોય તેમ પછાતપણાની આળના લીધે હમેશા અણમાનિતો રહેતો આ સરહદી જિલ્લો સરકાર માટે માત્ર કમાઉ દીકરો જ નહિ પણ રીતસરનો ટંકશાળ સમો સાબિત થયો છે. વિતેલા એક વર્ષમાં આ જિલ્લાએ સરકારને અધધધ ગણી શકાય તેવી 28 અબજ 85 કરોડની માતબર રકમ આવક પેટે રળી આપી છે.

સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં વધારો: જિલ્લા તિજોરી કચેરીથી પ્રાપ્ત થયેલા આકંડા મુજબ અલગ- અલગ વિભાગ વાર આવકના આંકડાનું જે વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તેમાં કચ્છમાંથી વિતેલા નાણાંકીય વર્ષ દરમિયાન આ મોટી કહી શકાય તેવી આવકે સરકારની તિજોરીને રીતસરની છલકાવી દીધી છે. આ સરહદી જિલ્લાએ ઔદ્યોગિક ઉપરાંત પ્રવાસન ક્ષેત્રમાં ભારે વિકાસ સાધ્યો છે. બે મોટા પોર્ટ અહીં આવેલા હોવાથી દરિયાઇ માર્ગે આયાત નિકાસનું પ્રમાણ એટલું જ વધી ગયું છે. ભૂકંપ બાદ લોકોનું જીવનસ્તર ઉંચુ આવતાં વાહન અને મિલ્કતની સંખ્યામાં એટલો જ વધારો થયો છે. 28 અબજની આવકમાં સૌથી મોટો હિસ્સો સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફી પેટે જ 1 અબજ 29 કરોડની રકમ જમા થઇ છે. સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં અધધધ વધારો પોર્ટનો વિકાસ વધ્યો હોવાથી થયો હોવાનું સતાવાર સુત્રો જણાવી રહ્યા છે.

અલગ અલગ 50થી વધુ હેડ પેટે આવક જમા થાય છે: તિજોરી શાખામાં નાણાંકીય વર્ષના ધમધમાટ સમયે આવકની સામે ખર્ચ પેટે ચુકવણું કરવામાં આવતું હોય છે. જિલ્લામાંથી 28 અબજની જે માતબર આવક સરકારમાં જમા થઇ છે તે અલગ અલગ 50થી વધુ હેડ પેટે જમા થઇ હોવાનું જણાવાયું છે.

વધુ આવક વાળા ક્ષેત્રોની યાદી

 

વિભાગઆવક
સ્ટેમ્પ ડ્યૂટી1 અબજ 29 કરોડ
જમીન મહેસુલ70 કરોડ
મિલકત વેરો17 કરોડ 23 લાખ
વાહનવેરો333 કરોડ
સ્ટેટ એક્સાઇઝ60.63 કરોડ
વીજળી પરની ડ્યૂટી64.15 કરોડ
વસ્તુ સેવા કર67.57 કરોડ
શિક્ષણ, રમત, કળા37.98 કરોડ
ફિશરીઝ14.04 કરોડ
પોર્ટ-લાઇટ હાઉસ147 કરોડ
અન્ય સમાચારો પણ છે...