તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નલિયામાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના વિરોધમાં નારા લાગ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છ કોંગ્રેસમાં સન્નટો છે - Divya Bhaskar
કચ્છ કોંગ્રેસમાં સન્નટો છે
  • કોંગ્રેસના 20 કાર્યકરોને પોલીસે ડીટેઇન કર્યા
  • કોંગ્રેસના પૂતળા દહનનો કાર્યક્રમ પોલીસે થવા ન દીધો

નલિયાઃ અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામુ ધરી દેતા કચ્છ કોંગ્રેસમાં સન્નટો છે. તો બીજીબાજુ  પ્રદ્યુમનસિંહ જાડેજાનો વિરોધ પણ કરાઇ રહ્યો છે. ભુજમાં પ્રદ્યુમનસિંહ જાડેજા સામે કોંગ્રેસી મહિલા કાર્યકરોએ બંગડીઓ ધરી હતી. તેવામાં બુધવારે નલિયામાં તો કોંગ્રેસી કાર્યકરોએ  પ્રદ્યુમનસિંહ જાડેજાને ગદ્દારના નારા લગાવતા પોલીસે ડીટેઇન કર્યા હતાં.

રાજકીય બેડામાં હાલ આ મુદે ચકચાર છે
કચ્છના રાજકીય બેડામાં હાલ આ મુદે ચકચાર છે, ત્યારે કોંગ્રેસ દ્વારા અબડાસાના મુખ્યમથક નલિયામાં પ્રદ્યુમનસિંહ ગદ્દારના નારા લગાવી વિરોધ કરવામાં આવતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના રાજીનામા બાદ સ્થાનિક કોંગ્રેસમાં રોષ ફેલાઈ રહ્યો છે. કોંગ્રેસ દ્વારા આમ તો પ્રદ્યુમનસિંહ જાડેજાના પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવનાર હતો. જોકે નલિયા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી જતાં કાર્યકરોને ડીટેઇન કરવામાં આવ્યા હતાં. નલિયા સીએચસી પાસે 20 કાર્યકર્તાઓને પોલીસે ડીટેઇન કર્યા હતાં. કોંગ્રેસી કાર્યકરોએ પ્રદ્યુમનસિંહ જાડેજા ગદ્દાર છે, સમાજ અને જનતા સાથે ગદ્દારી કરી હોવાના નારા લાગ્યા હતા.
 

અન્ય સમાચારો પણ છે...