વાસ્તુ ટિપ્સ / ઘરનો મુખ્ય દરવાજો ઘરની અંદર તરફ શા માટે ખુલવો જોઈએ?

Why should the main door of the house be opened inside the house?

ddivyabhaskar.com

May 04, 2019, 07:02 PM IST

ધર્મ ડેસ્ક- કોઈપણ ઘરમાં મુખ્ય દરવાજાનું ખાસ મહત્વ હોય છે, કારણ કે અહીંથી જ બધી પોઝિટિવ એનર્જીનો પ્રવેશ થાય છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ઉન્નતિ થતી રહે તે માટે દરવાજા સાથે જોડાયેલ વાસ્તુના કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો તેને નજરઅંદાજ કરવામાં આવે તો અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરનો મુખ્ય દરવાજો હંમેશાં અંદરની તરફ ખુલવો જોઈએ. બહારની તરફ ખુલતો દરવાજો શુભ નથી માનવામાં આવતો. જો બહારની તરફ દરવાજો ખુલતો હોય તો ઘરમાં ધનને સ્થિર થવામાં પરેશાનીઓ આવે છે. તેની સાથે જ દરવાજો ખોલતી વખતે અને બંધ કરતી વખતે અવાજ ન આવવો જોઈએ.

વાસ્તુશાસ્ત્રમાં ઘરના મેનગેટ સાથે જોડાયેલી વાતો પણ જણાવી છે-

1-ઘરનો મેનગેટ પૂર્વ કે ઉત્તર દિશામાં હોવો જોઈએ.

2- ઘરના મુખ્ય દરવાજાની સામે સીડીઓ ન હોવી જોઈએ.

3-મેનગેટ ઘરની વચ્ચે ન હોવો જોઈએ.

4-ઘરના મુખ્ય દરવાજાની સામે થાંભલો, ઝાડ કે કોઈ દીવાલ ન હોવી જોઈએ. તેનો છાયડો પણ દરવાજા પર ન પડવો જોઈએ.

5-ઘરનો દરવાજો રોડથી ઊંચો હોવો જોઈએ.

X
Why should the main door of the house be opened inside the house?
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી