વાસ્તુ ટિપ્સ / સૂર્યની રોશનીથી ઘરના ઘણા દોષ દૂર થાય છે માટે વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં તે જરૂરી છે

Why is sunlight important for a house as per vastu
X
Why is sunlight important for a house as per vastu

divyabhaskar.com

May 08, 2019, 01:41 PM IST

ધર્મ ડેસ્ક: વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં સૂર્યની રોશની આવવી જોઈએ. સૂર્યની રોશની ઘરમાં આવવાથી ઘણા દોષનું નિવારણ થાય છે. સૂર્ય ઉર્જા અને ક્રિએટિવિટીનો કારક ગ્રહ છે. સૂર્યની ઉર્જા થકી પૃથ્વી ઉપર જીવન શક્ય છે. પંચતત્વ પૈકી એક એવા સૂર્યનું વાસ્તુશાસ્ત્રમાં પણ ઘણું મહત્વુ છે. સૂર્યદેવને અગ્નિનું સ્વરૂપ માનવમાં આવે છે. 
 

વાસ્તુશાસ્ત્રમાં સૂર્યનું મહત્વ

જે રૂમમાં અંધારું હશે ત્યાં કીડી-મકોડાનું પ્રમાણ વધારે જોવા મળશે. અહીં રહેનાર વ્યક્તિના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડે છે. સૂર્યની રોશની આવતી હોય તેવા ઘરમાં રહેનાર વ્યક્તિ ઉર્જાની અનુભૂતી કરે છે. જ્યોતિષમાં સૂર્યને આત્માનો કારક ગ્રહ માનવમાં આવ્યો છે. સૂર્યની રોશની જે ઘર ઉપર પડે છે તે લોકોનો આત્મવિશ્વાસ પણ વધે છે.

ઘરના જે ભાગમાં સૂર્યની રોશની પડે છે તે ભાગમાં ઉર્જા વધારે રહે છે. સૂર્યની રોશનીના કારણે ઘરની નકારાત્મકતા જતી રહે છે. સૂર્યની રોશની જે ઘરમાં નથી આવતી તે ઘરમાં રહેનાર લોકોનો આત્મવિશ્વાસ ઓછો હોય છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવાયું છે કે રસોઈઘરમાં અને બાથરૂમમાં પણ સૂર્યની રોશની આવે તેવી રીતે ઘર બનાવવું જોઈએ. ઘરમાં કૃત્રિમ રોશનીનો ઉપયોગ ઓછો કરવો જોઈએ.

વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા મુજબ બેડરૂમમાં વધારે પડતી રોશનીથી આરામમાં મુશ્કેલી પડે છે. તેથી રોશની ધીમી હોવી જોઈએ. ચહેરાની સામે રોશની આવે તે રીતે લાઈટ ન હોવી જોઈએ. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી