તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Vastu Tips For Money Plant, Money Plant In Home, Facts About Money Plant, Vastu Shastra

ઘરમાં મની પ્લાન્ટ શુભ મનાય છે, આ છોડ દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવાથી પોઝિટિવિટી વધે છે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મની પ્લાન્ટને દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવો જોઇએ, શુક્ર આ દિશાનો કારક ગ્રહ છે, આ ગ્રહ વેલનો કારક પણ છે

ધર્મ દર્શન ડેસ્કઃ વાસ્તુમાં ઘર સાથે જોડાયેલી બધી જ વસ્તુઓ અને વૃક્ષ-છોડ માટે શુભ-અશુભ દિશાઓ ઉલ્લેખવામાં આવી છે. જો વાસ્તુ ટિપ્સનું ધ્યાન રાખવામાં આવે તો ઘરમાં પોઝિટિવિટી બની રહે છે અને નેગેટિવિટી દૂર થાય છે. ઘરમાં મની પ્લાન્ટ હોય તો વાતાવરણ પોઝિટિવ જળવાઇ રહે છે. કોલકાતાની વાસ્તુ નિષ્ણાત ડો. દીક્ષા રાઠી પ્રમાણે મની પ્લાન્ટ સાથે જોડાયેલી ખાસ બાબતો જાણો....

  • મની પ્લાન્ટ જેટલો લીલોછમ હોય, તેટલો વધારે શુભ માનવામાં આવે છે. તેના પાંદડાનું સુકાવું, પીળું કે સફેદ પડી જવું અશુભ માનવામાં આવે છે. માટે તેના ખરાબ પાનને તરત હટાવી દેવા જોઇએ.
  • મની પ્લાન્ટ એક વેલ છે, માટે તેના ઉપર તરફ વધારવો જોઇએ. જમીન ઉપર ફેલાયેલો મની પ્લાન્ટ વાસ્તુ દોષ વધારે છે.
  • મની પ્લાન્ટના છોડને ઘરમાં રાખવા માટે દક્ષિણ-પૂર્વ સૌથી સારી દિશા માનવામાં આવે છે. આ છોડ આ દિશામાં રાખવાથી પોઝિટિવ ઊર્જા વધે છે.
  • દક્ષિણ-પૂર્વ દિશાનો કારક ગ્રહ શુક્ર છે એટલે મની પ્લાન્ટને આ દિશામાં રાખવો જોઇએ. શુક્ર ગ્રહ વેલ અને લતા ધરાવતાં છોડનો પણ કારક છે. શુક્રની દિશામાં તેનો જ છોડ મની પ્લાન્ટ રાખવાથી શુભ ફળ મળી શકે છે.
  • મની પ્લાન્ટને ઈશાન ખૂણા એટલે ઉત્તર-પૂર્વ દિશામાં રાખવો નહીં. ઈશાન ખૂણાનો કારક બૃહસ્પતિ ગ્રહ છે. શુક્ર અને બૃહસ્પતિ, બંને એકબીજાના દુશ્મન છે. આ કારણે ઈશાન ખૂણામાં શુક્ર ગ્રહનો છોડ રાખવો નહીં.
  • જ્યાં વધારે તડકો આવતો ન હોય ત્યાં મની પ્લાન્ટ રાખવો. તેને ઘરમાં પણ રાખવામાં આવે છે. મની પ્લાન્ટને પાણીમાં રાખવો વધારે સારો મનાય છે. તેનું પાણી દર અઠવાડિયે બદલવું જોઇએ.

આ બાબતોનું ઘરમાં ધ્યાન રાખોઃ-
ડો. રાઠી પ્રમાણે ઘરમાં સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ. ઘરમાં ગંદકી રહેતી હોય અથવા બેકાર સામાન પડ્યો હોય તો નેગેટિવ ઊર્જાને બળ મળે છે. પવિત્રતા જાળવી રાખવા માટે ઘરના દરેક ખૂણા સાફ રાખવા અને સવાર-સાંજ ઘરના મંદિરમાં દીવો અને કપૂર પ્રગટાવો. નેગેટિવ વિચારોથી બચવા માટે પૂજા બાદ થોડીવાર માટે ધ્યાન કરો.
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો