વાસ્તુ ટિપ્સ / એકજ લાઈનમાં ત્રણ દરવાજા ક્યારેય ન આવવા જોઈએ, તેનાથી ઘરની આર્થિક વ્યવસ્થા ખોરવાઈ જાય છે

vastu tips by Mayank Rawal
X
vastu tips by Mayank Rawal

Divyabhaskar.com

Jun 19, 2019, 12:17 PM IST

ધર્મ ડેસ્ક : વાસ્તુ સાથે જોડાયેલી અમુક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો ઘણી સમસ્યાને ટાળી શકાય છે. વાસ્તુ એક્સપર્ટ મયંક રાવલ અહીં આવીજ વાસ્તુ ટિપ્સ આપી રહ્યા છે.
 

આ વાસ્તુ ટિપ્સનું ધ્યાન રાખો

એકજ લાઈનમાં ત્રણ દરવાજા ક્યારેય ન આવવા જોઈએ. જો આવી સ્થિતિ ઊભી થાય તો ઘરની આર્થિક વ્યવસ્થા ખોરવાઈ જાય છે. ભારતીય વાસ્તુમાં કોઈપણ પ્રકારની તોડફોડ વગર આ વાતનું સમાધાન છે.
 

ઘરમાં દેવસ્થાન બનાવવાની શ્રેષ્ઠ જગ્યા ઈશાન (ઉત્તર-પૂર્વ) છે. ઈશાન એ ઈશ્વરનું સ્થાન છે. તેનાથી ઘરમાં શાંતિ રહે છે. મનમાં શાંતિ રહે છે. 
 

ઘરના ગાર્ડનમાં ચંપાનું વૃક્ષ વાવવાથી નકારાત્મક ઉર્જા ઉદભવે છે. તેથી તે ક્યારેય ન વાવવું જોઈએ.
 

પૂર્વ અને દક્ષિણની વચ્ચેની દિશા એટલે કે અગ્નિ દિશામાં  દક્ષિણ તરફ ઘરનું પ્રોજેક્શન આવતું હોય તો ઘરની પુત્રવધુને માનસિક તણાવ રહે છે.
 

ઈશાન (પૂર્વ-ઉત્તર)ના બેડરૂમમાં યુગલ સૂવે તો બન્નેમાંથી એકના સ્વભાવમાં ખોટી જિદ્દ આવે છે. તેથી આવા બેડરૂમમાં ન સૂવાની સલાહ છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી