વાસ્તુ ટિપ્સ / રૂના ગાદલા ઉપર બેસીને અભ્યાસ ન કરવો જોઈએ, કારણ કે જરૂરના સમયે તે જ્ઞાન યાદ આવતું નથી

Vastu tips by Mayank Rawa
X
Vastu tips by Mayank Rawa

Divyabhaskar.com

Jun 18, 2019, 11:29 AM IST

ધર્મ ડેસ્ક : ઘણીવાર જાણતા-અજાણતા વાસ્તુ દોષ થઈ જતો હોય છે. અમારા વાસ્તુ એક્સપર્ટ મયંક રાવલ અહીં કેટલીક ઉપયોગી વાસ્તુ ટિપ્સ અહીં જણાવી રહ્યા છે.
 

ઉપયોગી વાસ્તુ ટિપ્સ

રૂના ગાલદલા ઉપર બેસીને ક્યારેય અભ્યાસ ન કરવો જોઈએ. જ્યારે ખરેખર જરૂર હોય ત્યારે આ જ્ઞાન યાદ આવતું નથી. તેથી લાકડાની ખુરશી ઉપર બેસીને અભ્યાસ કરવો જોઈએ.
 

જો તમે કોઈ સોસાયટીમાં ઘર ખરીદવા ઈચ્છો છો અને ઉત્તર મધ્યમાં મોટી બિલ્ડિંગ આવે છે તો તે ઘર ન ખરીદવું. અહીં તમારા સ્વભાવમાં નકારાત્મકતા આવી શકે છે.
 

નૈઋત્ય ખૂણો (દક્ષિણ-પશ્ચિમ) કપાયેલો ન હોવો જોઈએ, જમીન અથવા પ્લોટનો નૈઋત્ય ખૂણો કપાયેલો હશે તો અકસ્માતની સંભાવના વધી શકે છે. તેથી જમીન-મકાન ખરીદતી વેળાએ આ વાતનું ધ્યાન રાખવું.
 

ઉત્તર દિશામાં સીડી ન હોવી જોઈએ. ઉત્તર દિશા પુરુષના આત્મવિશ્વાસ અને મહિલાના સંતોષ સાથે જોડાયેલી છે. જો આ બન્ને ડિસ્ટર્બ થઈ જાય તો ઘરનું બેલેન્સ બગડી શકે છે. 
 

નૈઋત્ય ખૂણા(દક્ષિણ-પશ્ચિમ)માં કચરો ન રાખવો જોઈએ, કચરો ત્યા રાખવાથી ત્યાં રહેનાર વ્યક્તિની માનસિકતા ખરાબ થઈ શકે છે.
 

ઈશાન ખૂણા (ઉત્તર-પૂર્વ)માં અંડર ગ્રાઉન્ડ ટાંકી ન હોવી જોઈએ, તેનાથી સાયનસની સમસ્યા થઈ શકે છે. 
 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી