વાસ્તુ ટિપ્સ / નૈરુત્યના એક દ્વારથી ઘરમાં રહેવાની ઈચ્છા ઓછી થાય છે, ઘરમાં દરેક ખૂણાના દ્વારની અસર અલગ હોય છે

Vastu Shastra tips for your main entrance door
X
Vastu Shastra tips for your main entrance door

divyabhaskar.com

May 03, 2019, 11:27 AM IST

ધર્મ ડેસ્ક: વાસ્તુની રીતે વિચારીએ તો દરેક ખૂણામાં બે દ્વાર આવી શકે છે. દરેક ખૂણાના દ્વારની અલગ અલગ અસર જોવા મળે છે. વાસ્તુની દ્રષ્ટિએ તો ખૂણામાં દ્વાર ન રાખવું જોઈએ. કોઈપણ ખુણામાં દ્વાર શા માટે ન રાખવું જોઈએ તે અહીં વાસ્તુ એક્સપર્ટ મયંક રાવલ જણાવી રહ્યા છે. 

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કયા ખૂણાના દ્વારની શું અસર થશે તે જાણો

ઇશાનના એક દ્વારથી આવક જાવકનું પ્રમાણ સમાન થતા બચત ઓછી થાય અથવા ન થાય.

ઇશાનના અન્ય દ્વારના લીધે અંગત વ્યક્તિનો વ્યવહાર પીઠ પાછળ બદલાઈ શકે.

વાયવ્યના એક દ્વારથી માતૃ સુખમાં ઓછપ આવે.

વાયવ્યના અન્ય એક દ્વારથી બાળકોની ચિંતા રહે છે.

નૈરુત્યના એક દ્વારથી ઘરમાં રહેવાની ઈચ્છા ઘટે છે.

નૈરુત્યના અન્ય એક દ્વારથી બીજા નંબરના પુરુષ સંતાનને તકલીફ આવી શકે છે.

અગ્નિના એક દ્વારથી નારીને સમસ્યા રહે છે.

અગ્નિના અન્ય એક દ્વારથી વડીલોને સમસ્યા રહે છે.
 

તેથી વાસ્તુની દ્રષ્ટિએ કોઈપણ ખૂણામાં દ્વાર ન રખાય.
 

(માહિતી : વાસ્તુ સાયન્ટીસ્ટ મયંક રાવલ) 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી