વાસ્તુ / ઘરમાં મંદિર ઉત્તર કે પૂર્વ દિશામાં હોય તેને શુભ માનવામાં આવે છે, દક્ષિણ દિશામાં મંદિર ન રાખવું

Vastu Shastra tips for a temple at home
X
Vastu Shastra tips for a temple at home

Divyabhaskar.com

Jun 07, 2019, 02:49 PM IST

ધર્મ ડેસ્ક :  પૂજા પાઠ માટે ઘરમાં મંદિર રાખવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. મંદિર સાથે જોડાયેલા નિયમ શાસ્ત્રમાં પણ જણાવાયા છે. જો આ નિયમનું પાલન કરવામાં આવે તો પૂજા સફળ થાય છે. જ્યોતિષાચાર્ય અને વાસ્તુ વિશેષજ્ઞ મનીષ શર્માના જણાવ્યા મુજબ વાસ્તુ સાથે જોડાયેલી ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

મંદિર સાથે જોડાયેલી આ વાતોનું ધ્યાન રાખવું

ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં કે ઈશાન (ઉત્તર-પૂર્વ)ખૂણામાં રાખવું જોઈએ. વાસ્તુની માન્યતા મુજબ ઈશ્વરીય શક્તિ ઈશાન ખૂણામાંથી પ્રવેશ કરે છે અને નૈઋત્ય(દક્ષિણ-પશ્ચિમ) ખૂણામાંથી બહાર નિકળશે છે. જો આ શક્ય ન હોય તો પશ્ચિમ દિશામાં બનાવવું જોઈએ, પરંતુ દક્ષિણ દિશામાં મંદિર બનાવવાથી બચવું જોઈએ.
 

પૂજા કરનાર વ્યક્તિનું મુખ પશ્ચિમ દિશામાં હોય તો શુભ માનવામાં આવે છે. તેના માટે મંદિરનું દ્વાર પૂર્વ દિશામાં હોવું જોઈએ.
 

ઘરના મંદિરમાં દરરોજ સવાર-સાંજે અગરબત્તી અને દીવો કરવો જોઈએ. દીવો કરવાથી ઘરના વાસ્તુ દોષ દૂર થાય છે.
 

ટોઈલેટ અને મંદિર નજીક  ન હોવું જોઈએ. મંદિરન નજીક બાથરૂમ હોય તો હંમેશા તેનો દરવાજો બંધ રાખવો જોઈએ. દરવાજા ઉપર પડદો પણ લગાવવો જોઈએ.
 

પૂજા સ્થળ પાસે થોડિક જગ્યા ખુલી પણ હોવી જોઈએ. પૂજા પછી થોડો સમય ધ્યાન પણ કરવું જોઈએ.
 

મંદિરની નજીક પૂજાની સામગ્રી, ધાર્મિક પુસ્તકો, શુભ વસ્તુઓ રાખવી જોઈએ. ઘરનો અન્ય સામાન મંદિર પાસે ન રાખવો જોઈએ.
 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી