ટિપ્સ / ક્યારે આત્મવિશ્વાસ વધે છે અને ક્યારે નબળો પડે છે? આત્મવિશ્વાસ સાથે જોડાયેલા વાસ્તુના પરિબળો

Vastu for Self Confidence
X
Vastu for Self Confidence

divyabhaskar.com

May 24, 2019, 11:45 AM IST

ધર્મ ડેસ્ક : વ્યક્તિના જીવનમાં આત્મવિશ્વાસનું ખુબજ મહત્વ છે. આત્મવિશ્વાસ સાથે જોડાયેલા વાસ્તુના પરિબળો વિશે અહીં અમારા વાસ્તુ એક્સપર્ટ મયંક રાવલ જણાવી રહ્યા છે.
 

આત્મવિશ્વાસને વાસ્તુ સાથે સીધો સંબંધ

નૈરુત્ય (દક્ષિણ-પશ્ચિમ)માં બેડરૂમ હોય અને સુવાની વ્યવસ્થા યોગ્ય હોય તો વ્યક્તિને આત્મશ્રધ્ધા હોય છે.
 

પૂર્વનો અક્ષ હકારત્મક હોય તો વ્યક્તિ આત્મવિશ્વાસ ધરાવે છે.
 

પશ્ચિમનો અક્ષ નકારત્મક હોય તો વ્યક્તિ આભાષી આત્મવિશ્વાસ ધરાવે છે.
 

વાયવ્ય (ઉત્તર-પશ્ચિમ)થી અગ્નિ (દક્ષિણ-પૂર્વ)નો અક્ષ નકારાત્મક હોય તો વ્યક્તિ પોતાના પ્રભૂત્વને મોટું કરવા પ્રયત્ન કરે છે.

 

ઇશાન (ઉત્તર-પૂર્વ)થી નૈરુત્યનો અક્ષ નકારાત્મક હોય તો વ્યક્તિને કોઈના સહરાની જરૂર પડે છે.
 

ઉત્તરનો અક્ષ નકારત્મક હોય તો વ્યક્તિનો આત્મવિશ્વાસ ડગી ગયેલો હોય છે.
 

અગ્નિથી વાયવ્યનો અક્ષ હકારાત્મક હોય તો તે ઘરની નારી આત્મવિશ્વાસ ધરાવે છે.
 

બ્રહ્મનો દોષ આત્મવિશ્વાસ ઓછો કરી શકે છે.
 

ઉત્તરથી દક્ષિણનો નકારાત્મક અક્ષ આત્મવિશ્વાસ ઘટાડે છે.
 

દરેક દોષ આધારિત શિવ પૂજા કરવાથી આત્મવિશ્વાસ વધી શકે છે.
 

(માહિતી- વાસ્તુ સાયન્ટીસ્ટ મયંક રાવલ) 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી