વાસ્તુ ટિપ્સ / 8 વાસ્તુ દોષથી ઘર કે ઓફિસમાં આગ લાગી શકે છે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

divyabhaskar.com

May 30, 2019, 03:22 PM IST

ધર્મ ડેસ્ક : આજકાલ આગના સમાચાર વધારે આવે છે. ત્યારે તેને વાસ્તુના સંદર્ભમાં સમજીએ. મૂળભૂત રીતે અગ્નિ દિશાના દોષથી આગની સંભાવના વધે છે. અમારા વાસ્તુ એક્સપર્ટ જણાવી રહ્યા છે કે કેવા પ્રકારના વાસ્તુ દોષથી ઘર કે ઓફિસમાં આગ લાગવાના બનાવો વધુ બની શકે છે.
 

આગ માટે જવાબદાર વાસ્તુ દોષ

અગ્નિ-પૂર્વમાં પ્રોજેક્સન હોય અને અગ્નિનું દ્વાર હોય તો આગની સંભાવના વધે છે.
 

ઈશાનમાં વજન હોય અને અગ્નિનો દોષ હોય તો અગ્નિ તરફથી આગ લાગી શકે.
 

સમગ્ર અગ્નિમાં પ્રોજેક્સન હોય અને ઈશાનનું દ્વાર હોય તો અગ્નિમાં આગ લાગી શકે.
 

વાયવ્યનો દોષ હોય અગ્નિમાં પ્રોજેક્સન હોય અને ઈશાનનું દ્વાર હોય તો કાપડમાં આગ લાગી શકે.
 

અગ્નિમાં પ્રોજેક્સન હોય અગ્નિનું દ્વાર હોય અને વાયવ્યનો દોષ હોય તો આગ ફેલાય તેવું બને.
 

દક્ષિણ-અગ્નિનું દ્વાર હોય, ઈશાનનો દોષ હોય અને રસોડાનો દોષ હોય તો પૂર્વ તરફ આગ લાગી શકે.
 

અગ્નિમાં પ્રોજેક્સન હોય પૂર્વનો દોષ હોય અને ઈશાનનો દોષ હોય તો આગમાં ગમતી વસ્તુને નુકશાન થઇ શકે.
 

અગ્નિનો મોટો દોષ હોય અને અગ્નિ તત્વનું નક્ષત્ર હોત ત્યારે આગ લાગવાની સંભાવના વધે છે.


ભારતીય નિયમોમાં દરેક સમસ્યાના સમસ્યા આધારિત  છે.


(માહિતી- વાસ્તુ સાયન્ટીસ્ટ મયંક રાવલ)

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી