વાસ્તુ / ગુલાબ, ગલગોટા અને મોગરાનો છોડ ઘરમાં પોઝિટિવિટી વધારે છે, ઉત્તર કે પૂર્વ દિશામાં વાવો

Rose, mulberry and crocodile increase positivity in the house, plant in north or east direction

  • વૃક્ષ-છોડ સાથે જોડાયેલી વાસ્તુ ટિપ્સ ધ્યાન રાખશો તો ઘરની નકારાત્મકતા દૂર થઇ શકે છે.

Divyabhaskar.com

Sep 22, 2019, 01:22 PM IST

ધર્મ ડેસ્કઃ વાસ્તુ શાસ્ત્રમાં ઘરની પોઝિટિવિટી વધારવા અને નેગેટિવિટી ઘટાડવાની ટિપ્સ ઉલ્લેખવામાં આવી છે. જો આ ટિપ્સને દરરોજ અપનાવવામાં આવે તો શુભફળની પ્રાપ્તિ થઇ શકે છે. વાસ્તુમાં ઘરની દરેક વસ્તુઓ સાથે જોડાયેલી ટિપ્સ જણાવવામાં આવે છે. વૃક્ષ-છોડ માટે કઇ દિશા શુભ મનાય છે, આ વાતની જાણકારી પણ વાસ્તુ દ્વારા મળી શકે છે. કલકત્તાની વાસ્તુ વિશેષ ડો. દીક્ષા રાઠી પ્રમાણે જાણો વૃક્ષ-છોડ સાથે જોડાયેલી વાસ્તુ ટિપ્સ..

- ડો. રાઠી પ્રમાણે ઘરમાં ગુલાબ, ગલગોટા, ચમેલી અને મોગરાનો છોડ પોઝિટિવિટીને વધારે છે. આ છોડને ઘરની ઉત્તર અથવા પૂર્વ દિશામાં વાવવા જોઇએ.

- જો ઘરમાં તુલસીનો છોડ વાવો તો તેને પણ પૂર્વ કે ઉત્તર દિશામાં જ વાવવો જોઇએ. ઘરના ફળિયામાં તુલસીનો છોડ જરૂર વાવવો જોઇએ તેવી પરંપરા છે. બાલ ગોપાલને તુલસી વિના ભોગ ધરાવવામાં આવતો નથી. તેના પાન આયુર્વેદ પ્રમાણે ખૂબ જ ગુણકારી હોય છે. તેનું રોજ સેવન કરવું જોઇએ. રોજ સવારે તુલસીને જળ અર્પણ કરવું અને સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવો જોઇએ. આ વાતનોનું ધ્યાન રાખશો તો ઘરમાં તુલસીના કારણે પોઝિટિવિટી વધે છે.

- ઘરની દક્ષિણ દિશામાં વૃક્ષ-છોડ વાવવાથી બચવું જોઇએ. આ દિશામાં વૃક્ષ-છોડ નેગેટિવિટી વધારે છે.

- નાના છોડ જેમને સજાવટ માટે વાવવામાં આવે છે, તેમને ઉત્તર અથવા પૂર્વ દિશામાં વાવવા શુભ મનાય છે. ઘરમાં નાનો બગીચો બનાવવા માંગો છો તો ઘરની પૂર્વ, ઉત્તર અથવા પશ્ચિમ દિશામાં બનાવી શકો છો. ઉત્તર-પૂર્વ દિશામાં ફૂલવાળા છોડ અથવા વેલ વાવી શકો છો.

- ઘરમાં વૃક્ષ-છોડ વાવવાથી વાતાવરણમાં ઠંડક બની રહે છે. તે પર્યાવરણ માટે ખૂબ જ ફાયદાકારક છે. હરિયાળીના કારણે ઘરમાં રહેતાં લોકોની નેગેટિવિટી દૂર થાય છે અને પોઝિટિવિટી વધે છે. વૃક્ષ-છોડના ખરાબ થઇ ગયેલાં ભાગને તરત જ દૂર કરવો જોઇએ. સાફ-સફાઈનું પણ વિશેષ ધ્યાન રાખવું. જો વૃક્ષ-છોડની આસપાસ ગંદકી રહેતી હોય તો સ્વાસ્થ્ય માટે તે નુકસાનદાયક સાબિત થઇ શકે છે.

X
Rose, mulberry and crocodile increase positivity in the house, plant in north or east direction

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી