તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘરના મુખ્ય દરવાજા અને તિજોરી માટે પૂર્વ કે ઉત્તર દિશા શ્રેષ્ઠ રહે છે, આ બાબતોનું પણ ધ્યાન રાખો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તુલસીનો છોડ ફળિયામાં વાવવાથી પોઝિટિવિટીમાં વધારો થાય છે.

ધર્મ ડેસ્કઃ વાસ્તુમાં નેગેટિવ ઊર્જાને ઘટાડવા અને પોઝિટિવ ઊર્જાને વધારવાની ટિપ્સ ઉલ્લેખવામાં આવી છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય અને વાસ્તુ નિષ્ણાત પં. મનીષ શર્મા પ્રમાણે જાણો ઘર માટે થોડી ખાસ ટિપ્સ....


- ઘરના મુખ્ય દ્વાર માટે પૂર્વ કે ઉત્તર દિશા શ્રેષ્ઠ રહે છે. ઘરનો મુખ્ય દરવાજો આ દિશામાં ન હોય તો દરવાજા ઉપર સ્વસ્તિક અને શ્રીગણેશ જેવા શુભ ચિહ્નો લગાવવા જોઇએ. આ ચિહ્નોથી ઘરની પોઝિટિવ ઊર્જા વધે છે.


- ઘરના ફળિયામાં તુલસીનો છોડ વાવવાની પરંપરા ખૂબ જ પ્રાચીન છે. માન્યતા છે કે, ફળિયામાં તુલસીનો છોડ વાવવાથી ઘરમાં પોઝિટિવ ઊર્જા બની રહે છે અને નકારાત્મકતાથી દૂર રહેવાય છે. રોજ સવારે તુલસીને જળ અર્પણ કરવું જોઇએ. સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવો. તુલસી પૂર્વ અથવા ઉત્તર દિશામાં વાવો.


- ઘરમાં બારી અને દરવાજાની સંખ્યા સમાન એટલે 2, 4, 6, 8 અથવા 10 હોય તો શુભ રહે છે. દરવાજા અને બારીઓ ઘરની અંદર બાજુ ખુલે તો શ્રેષ્ઠ રહે છે.


- ઘરમાં ફાલતૂ અને બેકાર સામાન રાખવો નહીં. આ વસ્તુઓથી ઘરમાં નેગેટિવિટી વધે છે અને માનસિક તણાવનો સામનો કરવો પડે છે.


- ઘરમાં રાખેલી તિજોરીનું મુખ ઉત્તર કે પૂર્વ દિશામાં રાખવું જોઇએ. જ્યાં રૂપિયા રાખો છો, તે સ્થાન સુગંધિત હોવું જોઇએ. ત્યાં સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું.


- તિજોરીના દરવાજા પર કમળના આસન ઉપર બિરાજમાન મહાલક્ષ્મીની તસવીર લગાવવી જોઇએ. રોજ સાંજે આખા ઘરમાં થોડીવાર માટે પ્રકાશ રાખવો જોઇએ. આવું કરવાથી સૂર્યાસ્ત બાદ વધતી નેગેટિવિટી ઘરમાંથી બહાર જાય છે.
 

અન્ય સમાચારો પણ છે...