વાસ્તુ ટિપ્સ / નાગ પૃષ્ઠભૂમિ ઉપર ઘર ન બનાવવું જોઈએ, ગજ પૃષ્ઠભૂમિ પર ઘર બનાવવાથી સમૃદ્ધિ આવે છે

divyabhaskar.com

May 17, 2019, 12:09 PM IST
How to select best plot for home as per vastu
X
How to select best plot for home as per vastu

ધર્મ ડેસ્ક: વાસ્તુની દ્રષ્ટિએ ઘર બનાવવા માટે કેવા પ્રકારની જમીનની પસંદગી કરવી જોઈએ તે સવાલ ઘણા લોકોના મનમાં હોય છે. કેવા પ્રકારની જમીન પંસદ કરીએ તો સુખાકારીમાં વધારો થાય અને કેવા પ્રકારની જમીન પર ઘર બનાવવાથી કષ્ટોમાં વધારો થાય છે તે અહીં  વાસ્તુ એક્સપર્ટ દૂર્ગા પ્રસાદ જણાવી રહ્યા છે.
 

ઘર બનાવવા માટે કઈ જમીન શુભ અને કઈ જમીન અશુભ?

1.

વાસ્તુની દ્રષ્ટિએ વાત કરીએ તો ગજ પૃષ્ઠભૂમિ, કાચબા આકારની ભૂમી, નાગ પૃષ્ઠભૂમિ, દૈત્ય પૃષ્ઠ ભૂમિ વગેરે જમીનના પ્રકાર છે. આ સ્થિતિમાં ગજપૃષ્ઠભૂમિ અને કાચબા આકારની જમીનને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. જ્યારે નાગ પૃષ્ઠભૂમિ અને દૈત્ય પૃષ્ઠભૂમિને અશુભ ગણવામાં આવે છે.
 

જમીનની પસંદગી કેવી રીતે કરવી?

1.

ગજ પૃષ્ઠભૂમિ એટલે હાથીની પીઠ જેવી જમીન. હાથીની પીઠ આગળના ભાગે થોડી નીચી હોય. પીઠનો મધ્યભાગ અને પાછળનો ભાગ થોડો ઊંચો હોય છે.

2.

કાચબા આકારની જમીનમાં વચ્ચેનો ભાગ ઊંચો હોય છે અને આજુબાજુનો ભાગ નીચો હોય છે. રહેવા માટે તેને શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

3.

નાગ પૃષ્ઠભૂમિમાં જમીન ખાડા-ખબડાવાળી હોય છે. નાગ આકારમાં તેનો પોઝ બનતો હોય છે.

4.

દૈત્ય પૃષ્ઠભૂમિમાં નિશાન (ઉત્તર-પૂર્વ)નો ભાગ અગ્નિ (દક્ષિણ-પૂર્વ)નો ભાગ ઊંચો હોય છે, વચ્ચે ખાડો હોય છે. નૈઋત્ય (દક્ષિણ-પશ્ચિમ)નો ભાગ અને વાયવ્ય (ઉત્તર-પિશ્ચિમ)નો ભાગ નીચો હોય છે.  
 

જમીન સુખ આપશે કે દુ:ખ કઈ રીતે ખ્યાલ આવશે?

1.

જમીન તમને સમૃદ્ધ બનાવશે કે તમારી સ્થિતિને યથાવત રાખશે તે જાણવા માટે તેના દરેક ખૂણામાં સવા ફૂટનો ખોડો ખોદવો. ખાડો ખોદ્યા બાદ તેમાં પાણી ભરવું. બે મિનિટના સમયગાળામાં આ પાણી સુકાઈ જાય તો આ જમીન તમને દુ:ખ સિવાય કઈ આપશે નહીં. ખાડાનું પાણી થોડુંક સુકાયું હોય તો જમીન ચાલશે અને તમને ફાયદો કરાવશે. જ્યારે ખાડાનું પાણી સુકાયું જ ન હોય તો તે જમીનને શ્રેષ્ઠ માનવમાં આવે છે. આ જગ્યાએ મકાનના નિર્માણથી તમારી પ્રગતિ થશે. તમારા સન્માનમાં વધારો થશે. વિધિપૂર્વક જમીનનું પૂજન કરવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે.


(માહિતી: જ્યોતિષાચાર્ય દુર્ગાપ્રસાદ, Email id: durgaprasadastro@gmail.com)

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી