વાસ્તુનું મૂળભૂત સ્વરૂપ / ભારતીય વાસ્તુને માત્ર દ્વિપરિમાણમાં ન જોતાં તેને ત્રિપરિમાણમાં વિચારવું જોઈએ

How does Vastu really work?,One should not think of Indian Vastu

Divyabhaskar.com

Aug 29, 2019, 11:32 AM IST

ધર્મ ડેસ્ક (મયંક રાવલ). ‘વાસ્તુખરેખર કામ કેવી રીતે કરે છે? વાસ્તુશાસ્ત્ર લખાયં તુ્યારનો અને અત્યારનો સમય સાવ જુદો છે. વળી, જીવનશૈલી, બાંધકામની શૈલી અને અર્થવ્યવસ્થા બધું જ જુદું છે. કોઈ પિરામિડને વાસ્તુ કહે છે તો કોઈ ફેંગશઈને. મને તો વાસ્તુ વિષે કંઈ સમજાતું જ નથી.’ આવું કોઈ કહે તો પહેલો સવાલ એ ઉદ્ભવે કે તમે ક્યારેય વાસ્તુના મૂળભૂત સ્વરૂપને સમજવા પ્રયત્ન કર્યો છે ખરો? આજે વાસ્તુને સમજીએ.

ભારતીય વાસ્તુમાં જીવનને હકારાત્મક ઊર્જા પ્રદાન કરતા પ્રાણની વાત કરવામાં આવી છે. એ પ્રાણના ઉદ્ભવસ્થાનને પણ સુંદર રીતે સમજાવવામાં આવ્યા છે. દસ દિશાઓ, પાંચ તત્ત્વો, ત્રણ ગુણને પ્રાણના સ્ત્રોત ગણવામાં આવેલા છે. ક્યાંક હવામાનશાસ્ત્ર તો ક્યાંક ભૌગોલિક સ્થિતિ, ક્યાંક જીવનશૈલી તો ક્યાંક સમાજરચના, ક્યાંક ગણિત તો ક્યાંક વિજ્ઞાન અને મનોવિજ્ઞાન, સમાજવિજ્ઞાન, નગરરચનાશાસ્ત્ર, રંગશાસ્ત્ર, ધાતુવિજ્ઞાન, સ્થાપત્યવિજ્ઞાન, પદાર્થવિજ્ઞાન જેવા અનેક વિષયોની તેમાં માહિતી આવરી લેવાઈ છે. વાસ્તુને માત્ર દ્વિપરિમાણમાં ન જોતાં તેને ત્રિપરિમાણમાં વિચારવાની વાત પણ કરવામાં આવેલી છે. સામાન્ય કાગળ કે દોરાની પણ જાડાઈ હોય તો જમીન કે પછી મકાન એ તો ત્રિપરિમાણમાં જ જોવા મળે છે તેથી તેને ત્રિપરિમાણમાં જ વિચારવું જોઈએ.

વડોદરાના એક બહેનનો સવાલ હતો કે વાસ્તુમાં નિયમો લખાયા ત્યારે ફ્લેટ નહોતા બનતા. તેથી ફ્લેટને વાસ્તુ નિયમો ન લાગે. મોલ્સ પણ ન હતા. તો પછી તેને વાસ્તુ નિયમો કેવી રીતે લાગે? વાસ્તુ લખાયું તેનો સમય ઘણો લાંબો છે, પણ તે સમયમાં લિપસ્ટિક લગાવવાનો કે શૂટ પહેરવાનો રિવાજ ન હતો. એટલે તેને વસ્ત્ર પરિધાન કે સૌંદર્યના નિયમો ન લાગુપડે તેવું કહેવાય? ભારતીય વાસ્તુમાં પ્રપોર્શનની વાત કહેવામાં આવી છે. તો ફ્લેટમાં તેનો ઉપયોગ નથી થતો? વાસ્તુમાં સૂર્યની યોગ્ય ઊર્જાની વાત છે. શું આજે સૂર્ય નથી ઊગતો? વાસ્તુમાં ઓક્સિજનનું મહત્ત્વ સમજાવ્યું છે. શું માણસને આજે ઓક્સિજનની જરૂર નથી પડતી? હા, હવેની બાંધકામની શૈલી ચોક્કસ બદલાઈ છે જેના લીધે યોગ્ય હવા-ઉજાસ, ઓક્સિજન અને શાંતિ ઘણી જગ્યાએ નથી મળતાં. તેનો અર્થ એ પણ થાય કે આજના યુગમાં યોગ્ય વાસ્તુ નિયમોની જરૂર છે.

ઘર ઉપરાંત વિવિધ ઓફિસ, દુકાન અને કોમર્સિયલને કોમ્પ્લેક્સને લગતા નિયમો વાસ્તુમાં આવરી લેવાયા છે. દરેક મુખ્ય દિશામાં એક હકારાત્મક દ્વાર છે તેની સમજ સાથે તેના દ્વારની પણ વાત કરવામાં આવી છે. તેમાં કુદરતને કેન્દ્રમાં રાખવામાં આવી છે. ભારતીય વાસ્તુનાં હકારાત્મક પાસાંઓ વિશે વખતોવખત આપણે આ વિભાગમાં ચર્ચાઓ કરતા રહ્યા છીએ અને વાસ્તુની હકારાત્મકતા વિશે વિવિધ પાસાંઓને સમજતા રહીશું. ક્યારેય સવાલ થયો છે કે કુલ દિશાઓ કેટલી હશે?

(ક્રમશ:)

X
How does Vastu really work?,One should not think of Indian Vastu

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી