વાસ્તુ / ભારતીય વાસ્તુમાં દિશાઓનુ મહત્ત્વ, માત્ર નકશા પર કોઈ મકાન ન હોઈ શકે

Home Vastu: importance of directions to Indian reality

  • જમીનની અંદરની દિશા એટલે અધ: અને ઉપરની દિશા એટલે ઉર્ધ્વ.
  • હજારો વર્ષ પહેલા રચાયેલાં શાસ્ત્રોમાં જે વાતનું ધ્યાન રાખવામાં આવેલું છે તે આજના સંદર્ભમાં પણ એટલું જ જરૂરી

Divyabhaskar.com

Sep 06, 2019, 12:21 PM IST

ધર્મ ડેસ્ક (મયંક રાવલ). એક બાળકને કોઈએ સવાલ પૂછ્યો કે કુલ દિશાઓ કેટલી? અને બાળકે ગણવાનું ચાલુ કર્યું. ઘણા સમય સુધી તે ગણતો રહ્યો પછી તેણે જવાબ આપ્યો, ‘ગણી ન શકાય તેટલી.’ નવાઈ લાગે છે ને? પણ જવાબ સાચો છે. દિશાઓ તો અસંખ્ય છે. આપણે તે દિશાઓને મુખ્ય ચાર ભાગમાં વિભાજિત કરી છે.

પૂર્વ અને ઉત્તરની વચ્ચેની દિશા એટલે ઇશાન દિશા. ઈશાનને ઘણા લોકો પવિત્ર દિશા ગણે છે. તો કેટલાક લોકો માત્ર ઈશાનને જ યોગ્ય દિશા ગણે છે. આ એક માન્યતા માત્ર છે. પૂર્વ અને દક્ષિણની વચ્ચેની દિશા એટલે અગ્નિ દિશા. કેટલાક લોકો તેને આગ્નેય દિશા પણ કહે છે. દક્ષિણ અને પશ્ચિમની વચ્ચેની દિશા એટલે એટલે નૈઋત્ય દિશા. પશ્ચિમ અને ઉત્તરની વચ્ચે વાયવ્ય અથવા વાયુ દિશા હોય છે.

આ આઠ દિશાઓ વિષે જેમને વાસ્તુશાસ્ત્રમાં રસ હોય તેમને જાણકારી હોય પણ ભારતીય વાસ્તુમાં આ સિવાય અન્ય બે દિશાઓનું પણ ખૂબ જ મહત્વ છે. તે છે ઉર્ધ્વ અને અધ:. એટલે કે ઉપર અને નીચે. વાસ્તુ વિષય જમીન અને બાંધકામ સાથે જોડાયેલો છે. તેમાં તો ત્રિપરિમાણ હોય જ.

જમીનની અંદરની દિશા એટલે અધ: અને ઉપરની દિશા એટલે ઉર્ધ્વ. હજારો વર્ષ પહેલા રચાયેલાં આપણા શાસ્ત્રોમાં જે વાતનું ધ્યાન રાખવામાં આવેલું છે તે આજના સંદર્ભમાં પણ એટલું જ જરૂરી છે. માત્ર નકશા પર કોઈ મકાન હોઈ શકે ખરું?

આ દસ દિશાઓને મુખ્ય દિશાઓ કહેવામાં આવે છે. તે સિવાયની કોઈ દિશાઓ હોય? જવાબ છે, ‘ હા.’ પેલા બાળકનો જવાબ યાદ છે ને? તેથી જ વાસ્તુના ગણિતમાં જમીન મુખ્ય દિશાઓથી કેટલા અંશના ખૂણા પર આવેલી છે તે સમજવું ખૂબ જ જરૂરી થઇ જાય છે. લોકો જેને ઉત્તર સમજતા જોય છે તે ક્યારેક ઉત્તરી -ઇશાન અથવાતો ઉત્તરી વાયવ્ય હોય છે. હવે આ દિશાઓ વિશે જાણવાની ઉત્કંઠા થાય તે સ્વાભાવિક છે.

આમ તો કુલ ૩૬૦ અંશનો ચાર્ટ બનાવી અને મકાનના નકશાને તેના ઉપર રાખીને ગણતરી થતી હોય છે. પણ આજે આપણે અન્ય દિશાઓની એક સામાન્ય સમજ લઈએ. ઇશાન દિશાના એકસરખા ત્રણ ભાગ કરવામાં આવે ત્યારે જે બરાબર વચ્ચેની દિશા છે તેને ઇશાન ગણી શકાય. ઉત્તર તરફ જે ભાગ આવે છે તેને ઉત્તરી ઇશાન કહેવામાં આવે છે. પૂર્વ તરફનો જે ભાગ છે તેને પૂર્વી ઇશાન કહેવામાં આવે છે.

આ ત્રણેય ભાગ કેટલા અંશના હોઈ શકે? સર્વ પ્રથમ આપણે ૪૫ અંશની એક દિશા ગણી. હવે તેના ત્રણ ભાગ કરવામાં આવે તો એક ભાગ ૧૫ અંશનો બને. અને તેથી જ એવું કહેવામાં આવે છે કે, મકાન કે પ્લોટનો ખૂણો મુખ્ય દિશાઓથી ૧૫ અંશથી વધારે હોય, તો તેના માટેના નિયમો અલગથી વિચારવા પડે. આપણે જે ગણિતને સમજ્યા તે મુજબ આ માત્ર એક માન્યતા સાબિત થાય છે કારણકે પહેલાં જે દિશાને ઇશાન સમજવામાં આવતી હતી તેનું માપ હવે નાનું થઇ ગયું છે. આવી જ રીતે આ વિભાગમાં વાસ્તુ વિશેની રસપ્રદ વાતો કરતા રહીશું.

X
Home Vastu: importance of directions to Indian reality

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી