તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Ganesh Idols Are Also Made From Stone Or Metal, Turmeric Nuggets And Statistical Roots.

પથ્થર કે ધાતુ નહીં, હળદરની ગાંઠ અને આંકડાની જડથી પણ ગણેશ મૂર્તિઓ બનાવવામાં આવે છે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભગવાન ગણેશની પૂજામાં પ્રાકૃતિક વસ્તુઓ ઉપયોગમાં લેવાય છે
  • હળદરની ગાંઠના ગણપતિને બૃહસ્પતિનું શુભફળ આપનાર મનાય છે
  • મેડિટેશન માટે ગણપતિજીની આરાધના મહત્ત્વપૂર્ણ મનાય છે

ધર્મ દર્શન ડેસ્કઃ બુધવાર ભગવાન ગણેશજીની આરાધનાનો દિવસ છે. બુધ અને બુદ્ધિના દેવતા ગણપતિની પૂજાથી વિદ્યા અને ધનની પ્રાપ્તિ થાય છે. ગણપતિને ધ્યાનના દેવતા પણ માનવામાં આવે છે. જે લોકોને ધ્યાન કરવું હોય, તેમના માટે ગણપતિની ઉપાસના મુખ્ય છે. આપણાં શરીરના સાત ચક્રોમાંથી પહેલાં મૂળાધાર ચક્રના સ્વામી ભગવાન ગણેશજીને માનવામાં આવે છે. મૂળાધારના જાગરણ સાથે જ મનુષ્યના શરીરના ચક્રોનું જાગરણ શરૂ થાય છે. ધ્યાન અને પૂજા માટે ભગવાન ગણેશજીની અનેક પ્રતિમાઓનો ઉપયોગ કરવામાં આવે છે. સોના, ચાંદી જેવી ધાતુઓથી લઇને માટી, સફેદ આંકડાની જડ અને હળદરની ગાંઠ જેવી વસ્તુઓથી પણ ગણપતિ પ્રતિમાઓ બનાવવામાં આવે છે. 

વિવિધ મૂર્તિનું મહત્ત્વઃ-

સોનાની મૂર્તિઃ- મંદિરમાં સ્થાપના માટે, ઘરની તિજોરીમાં રાખવા માટે. આ મૂર્તિને ધનદાયક માનવામાં આવે છે
ચાંદીની મૂર્તિઃ- ઘરના મંદિર માટે. આ પ્રકારની પ્રતિમાને આરોગ્ય આપનાર માનવામાં આવે છે.
તાંબાની મૂર્તિઃ- મંદિર, ઘરના મંદિર માટે. આવી પ્રતિમાઓ પોઝિટિવ ઊર્જા આપનાર મનાય છે.
કાંસાની મૂર્તિઃ- ઘરની સજાવટ માટે. આ પ્રકારની પ્રતિમાઓને ઘરમાં શુભયોગનું નિર્માણ અને ખુશહાલી આપનાર મનાય છે.
પંચધાતુની મૂર્તિઃ- પંચધાતુની પ્રતિમાઓને મનોકામના પૂર્ણ કરનારી અને દરેક પ્રકારની સમૃદ્ધિ આપનારી મનાય છે.
પથ્થરની મૂર્તિઃ- આ પ્રકારની પ્રતિમાઓને મંત્ર પૂજા, જાપ વગેરે માટે શ્રેષ્ઠ મનાય છે. આ મનોકામના પૂર્ણ કરનારી માનવામાં આવે છે.
માટીની મૂર્તિઃ- આ પ્રકારની પ્રતિમાઓ માંગલિક કાર્યો અને વ્રત વગેરે માટે શુભ મનાય છે.
લાકડાની મૂર્તિઃ- સફેદ આંકડાની જડથી બનેલી ગણેશ પ્રતિમાઓ વંશવૃદ્ધિ અને સમૃદ્ધિ આપનાર હોય છે તેવી માન્યતા છે.
હળદરની ગાંઠની મૂર્તિઃ- આ પ્રકારની મૂર્તિ ગ્રહ દોષ દૂર કરી, બૃહસ્પતિ વગેરે ગ્રહોનું શુભફળ આપનારી માનવામાં આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો