તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Color Blue, Green, And Yellow In The Dining Room To Allow Positive Energy Into The Home

ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ થાય તે માટે ડાઇનિંગ રૂમમાં વાદળી, લીલો અને પીળો કલર કરવો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘરને સુંદર દેખાવાની સાથે સાથે ઘરમાં સકારાત્મક ઊર્જા હોય તે પણ મહત્વપૂર્ણ છે
  • ઘરને કલર કરાવતી વખતે કેવા કલરનો ઉપયોગ કરવો જોઈએ તેનું ધ્યાન રાખવું
  • બાળકોના બેડરૂમમાં લલા કલરનો ઉપયોગ ન કરવો જોઈએ

ધર્મ ડેસ્ક. જ્યારે તમે ઘરની દિવાલો પર કલર કરાવો છો ત્યારે તમારા મગજમાં માત્ર એક જ વસ્તુ હોય છે કે ઘર સુંદર દેખાવવું જોઈએ. ઘરને સુંદર દેખાવાની સાથે સાથે ઘરમાં સકારાત્મક ઊર્જા હોય તે પણ મહત્વપૂર્ણ છે. એવામાં તમે તમારા ઘરને કલર કરાવતી વખતે કેવા કલરનો ઉપયોગ કરવો જોઈએ તેનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. 
વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, લાલ કલરને તીવ્ર અને શક્તિશાળી માનવામાં આવે છે. ડાઇનિંગ રૂમ, રસોડું અને બાળકોના બેડરૂમમાં લલા કલરનો ઉપયોગ ન કરવો જોઈએ. તમારા ડાઇનિંગ રૂમનો કલર એવો હોવો જોઈએ કે જે તમારા ઘરની ખુશી અને શાંતિને જાળવી રાખે. તેમજ તમારા ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ થાય. એવામાં તમે વાદળી, લીલો અને પીળા કલરનો ઉપયોગ કરી શકો છો. 
વ્યક્તિ પોતાનો વધારેમાં વધારે સમય બેડરૂમમાં વિતાવે છે. એવામાં તમે તમારા બેડરૂમમાં ગુલાબી, વાદળી, લીલો, ગ્રે, જાંબલી કલરનો ઉપયોગ કરી શકો છો.તે ઉપરાંત બાળકો ખુશ રહે તે વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. તેથી બાળકોના રૂમમાં એવા કલરનો ઉપયોગ કરો જેથી તેમના મન ઉત્સાહિત રહે અને આનંદમાં રહે જેમ કે, નાંરગી, ગુલાબી, વાદળી, લીલો, એવા કલરનો ઉપયોગ કરવો. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો