વાસ્તુ ટિપ્સ / વાસ્તુ મુજબ ઘરની કઈ દિશા અને ક્યા આકારમાં લગાવવો જોઈએ અરીસો?

Vastu Tips About Mirror

Divyabhaskar.com

Feb 01, 2019, 01:06 PM IST

ધર્મ ડેસ્કઃ ઘરમાં રાખેલી દરેક વસ્તુઓનો સંબંધ વાસ્તુ સાથે છે. વાસ્તુશાસ્ત્રમાં તમામ વસ્તુઓ માટે શુભ-અશુભ જગ્યાઓ બતાવવામાં આવી છે. આ વાતોનું ધ્યાન રાખવા પર વ્યક્તિની અનેક પરેશાનીઓ દૂર થઈ શકે છે. ઉજ્જૈનના વાસ્તુ નિષ્ણાત પં. દયાનંદ શાસ્ત્રી મુજબ ઘરમાં યોગ્ય જગ્યએ રાખેલો મિરર તમારા માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. ઉર્જા હકારાત્મક હોય કે નકારાત્મક, મિરર રિફલેક્ટ કરે છે. અહીં જાણો અરીસા સાથે જોડાયેલી વાસ્તુ ટિપ્સ.

- ઘરમાં ચોરસ અથવા લંબચોરસ મિરર જ લગાવવું શુભ રહે છે. ઇંડાકાર અને ગોળ મિરર ઉપયોગ કરવાથી બચવું જોઈએ. તેના કારણે ઘરમાં નકારાત્મકતા વધી શકે છે.

- મિરરને ફર્શથી ઓછામાં ઓછું 4થી 5 ફૂટની ઊંચાઈ પર લગાવવું જોઈએ.

- મિરરને ઘરની ઉત્તર અને પૂર્વ દિશાની દીવાલ પર લગાવવું સૌથી ઉત્તમ રહે છે.

- ડ્રેસિંગ ટેબલમાં એક મોટો મિરર લગાવવો જોઈએ. તેને તમારા બેડની એકદમ સામે ન લગાવો. રૂમમાં મિરર એવી જગ્યાએ લગાવવો જોઈએ જ્યાં સૂતી વખતે તમે મિરરમાં ન દેખાવ.

- જો તમારા ઘરના કોઈ ખૂણાંમાં કોઈ દોષ છે તો તે દિશામાં મિરર લગાવી દો. તેનાથી તે ખૂણાંનો વાસ્તુ દોષ ખતમ થઈ શકે છે.

- ઘરના ડાઇનિંગ ટેબલની સામે મિરર લગાવવાથી સુખ-સમૃદ્ધિ વધે છે.

- તિજોરી પાસે રાખેલો મિરર શુભ માનવામાં આવે છે.

- ક્યારેય 2 મિરરને એકબીજાની સામે ન લગાવવો જોઈએ. તેનાથી ઘરની ઊર્જા અનિયંત્રિત થાય છે અને નકારાત્મકતા વધે છે.

- ઘરની સીડીઓની આજુબાજુ મિરર ન લગાવવો જોઈએ. ઘરના વાસ્તુમાં સીડીઓનો ખૂબ મહત્વ હોય છે. એટલે સીડીઓના સંબંધમાં વાસ્તુના નિયમોનું પાલન કરવું જોઈએ.

X
Vastu Tips About Mirror
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી