વાસ્તુ ટિપ્સ / ઘરમાં મંદિર હોય તો જળવાઈ રહે છે પોઝિટિવ એનર્જી, પૂજાસ્થળની આસપાસ ટોઈલેટ ન રાખો

Vastu Tips, Vastu Defects, Vastu Shastra, Temple Vastu Tips

Divyabhaskar.com

Feb 01, 2019, 12:47 PM IST

ધર્મ ડેસ્કઃ- ઘરમાં પૂજાસ્થળ એટલે કે મંદિર હોવું ખૂબ સારું માનવામાં આવે છે. તેનાથી ઘરમાં કાયમ પોઝિટિવ એનર્જી બની રહે છે. હિન્દુ ધર્મમાં પૂજાસ્થળ સાથે સંબંધિત અનેક વાતો જણાવી છે. આ વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આવું થવા પર શુભ ફળ મળે છે. વાસ્તુમાં પણ ઘરના મંદિર સાથે સંબંધિત કેટલીક વિશેષ વાતોનું ધ્યાન રાખવામાં આવે છે. આ વાતો નીચે જણાવ્યા મુજબ છે-

- પૂજાસ્થળમાં ભગવાન શ્રીગણેશ, લક્ષ્મી તથા સરસ્વતીની ઊભી મૂર્તિઓ ન રાખો. તેમની બેઠેલી મૂર્તિઓની જ પૂજા કરવી જોઈએ.

- જો પૂજાસ્થળ નાનું હોય તો ત્યાં વધુ મૂર્તિઓ ન રાખો. રોજ પૂજા ઘરની સફાઈ કરો. શક્ય ન હોય તો સમય-સમય પર સફાઈ કરતા રહેવું જોઈએ.

- પૂજાસ્થળની આજુબાજુ અગ્નિ સંબંધી ઉપકરણ જેમ કે - ઇનવર્ટર અથવા વિદ્યુત મોટર ન હોવી જોઈએ.

- પૂજાસ્થળની આજુબાજુ ટોયલેટ ન હોવું જોઈએ. સામે થોડી જગ્યા ખુલ્લી હોવી જોઈએ, જ્યાં બેસી શકાય.

- પૂજાસ્થળની ઉપર ટાંડ ન બનાવો અને જો શક્ય હોય તો તેને સાફ રાખો. કોઈ કપડું અથવા ગંદી વસ્તુઓ ત્યાં ન રાખો.

- પૂજાસ્થળમાં કાયમ ધીમા પ્રકાશવાળો બલ્બ લગાવવો જોઈએ. ત્યાં અંધારું અથવા ભેજ ન હોવો જોઈએ.

X
Vastu Tips, Vastu Defects, Vastu Shastra, Temple Vastu Tips
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી