આહાર / ક્યારેય પીરસેલા ભોજનની નિંદા કરીને અન્નનું અપમાન ન કરશો, જમતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખશો?

mythological tips about food, we should remember these tips regarding food

Divyabhaskar.com

Feb 01, 2019, 01:13 PM IST

ધર્મ ડેસ્કઃ- સ્વસ્થ અને લાંબા જીવન માટે જરૂરી છે કે આપણે સારું ભોજન ગ્રહણ કરીએ. ભોજનના સંબંધમાં ગ્રંથોમાં પણ અનેક નિયમ જણાવવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન કરવા પર સ્વાસ્થ્ય લાભની સાથે જ ધર્મ લાભ પણ મળે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ જાણો ભોજન કરતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

- ક્યારેય પણ પીરસેલા ભોજનની નિંદા ન કરવી જોઈએ. આવું કરવા પર ભોજનનું અપમાન થાય છે અને તેનાથી આપણને શારીરિક ઊર્જા પ્રાપ્ત નથી થઈ શકતી.

- જો કોઈ વ્યક્તિ બધાને દેખાડી-દેખાડીને તમને ભોજન કરાવે તો આવું ભોજન ગ્રહણ ન કરવું જોઈએ.

- આપણે જ્યારે પણ ભોજન ગ્રહણ કરીએ, ત્યારે આપણું મુખ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ હોવું જોઈએ. આ દિશાઓ ભોજન માટે શુભ માનવામાં આવે છે.

- દક્ષિણ દિશા તરફ મુખ કરીને ભોજન ન કરવું જોઈએ, કારણ કે આવું કરવાથી ભોજનથી નકારાત્મક ઊર્જા વધે છે.

- જો આપણે કાયમ જ પશ્ચિમ દિશા તરફ મુખ કરીને ભોજન કરીએ છીએ તો રોગમાં વધારો થાય છે.

- ભોજન કરતા પહેલા આપણે આપણાં 5 મુખ્ય અંગો (બંને હાથ, બંને પગ અને મુખ)ને સરખી રીતે ધોઈ લેવા જોઈએ. તેના પછી જ ભોજન કરવું જોઈએ.

- ભોજન કરતા પહેલા અન્ન દેવતા અને અન્નપૂર્ણા માતાનું ધ્યાન કરવું જોઈએ. તેમને નમન કર્યા પછી જ ભોજન ગ્રહણ કરવું જોઈએ. સાથે જ, એવી પ્રાર્થના કરો કે તમામ ભૂખ્યાને પણ ઇશ્વર ભોજન પ્રદાન કરે.

- વ્યક્તિએ કાયમ શુદ્ધ મન અને શુદ્ધ શરીરથી ભોજન પકાવવું જોઈએ. જો શક્ય હોય તો ભોજન બનાવતા પહેલા દેવી-દેવતાઓના મંત્રોના જાપ પણ કરવા જોઈએ.

X
mythological tips about food, we should remember these tips regarding food
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી