વાસ્તુશાસ્ત્ર

ઘરમાં ચાંદીનો હાથી રાખવાથી ખતમ થાય છે નેગેટિવિટી તો ઓફિસમાં રાખવાથી વધે છે પ્રમોશનના ચાન્સિસ

ધર્મ ડેસ્કઃ હિન્દુ ધર્મમાં હાથીને ખૂબ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. હાથીને ભગવાન શ્રીગણેશનો પ્રતીક માનીને પૂજા કરવામાં આવે છે. તેમજ ધર્મગ્રંથોમાં હાથીને ધનની દેવી લક્ષ્મીનું વાહન પણ બતાવવામાં આવ્યું છે. કેટલાક મુખ્ય તહેવારો પર હાથીની વિશેષ પૂજા પણ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે.

 

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. પ્રફુલ્લ ભટ્ટ મુજબ, વાસ્તુ શાસ્ત્રમાં પણ હાથીનું વિશેષ મહત્વ છે. આજે અમે તમને ચાંદીના હાથી સાથે જોડાયેલી કેટલીક વાસ્તુ ટિપ્સ જણાવી રહ્યા છે. આ ટિપ્સ અજમાવવાથી ધનલાભ થવાના યોગ બની શકે છે. આ ટિપ્સ નીચે જણાવ્યાં મુજબ છે.

 

- ચાંદીથી બનેલા હાથી વાસ્તુ શાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુ મુજબ, ચાંદી અને હાથી બંને જ નેગેટિવિટી ખતમ કરી પોઝિટિવિટી વધારવામાં મદદ કરે છે.

 

- ચાંદીથી બનેલા હાથી ઘર અથવા ઓફિસમાં રાખવામાં આવે તો તમામ દોષનો નાશ થાય છે, જેનાથી ઘરમાં હકારાત્મકતા વધે છે અને ઘર-પરિવારમાં દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે.

 

- ચાંદીથી બનેલો હાથી ઘર અથવા ઓફિસના ચેબલ પર રાખવાથી અટકાયેલા કામમાં ગતિ આવે છે અને પ્રમોશનના યોગ પણ બને છે. ચાંદીનો હાથી ઉત્તર દિશામાં રાખવો ખૂબ જ શુભ હોય છે.

 

- ઘર અથવા ઓફિસના ટેબલ સિવાય ચાંદીનો હાથી તિજોરી અથવા ગલ્લામાં રાખવો પણ શુભ હોય છે. તેને લાલ કપડાંમાં બાંધીને તિજોરી અથવા ગલ્લામાં રાખવો જોઈએ.

 

- પતિ-પત્નીમાં ન બનતું હોય અને અવાર-નવાર વિવાદ થતો હોય તો ચાંદીથી બનેલા હાથીની જોડીને બેડરૂમમાં ઉત્તર દિશામાં રાખવી જોઈએ. તેનાથી પતિ-પત્નીના જીવનમાં ખુશહાલી બની રહે છે.

 

 

આ પણ વાંચોઃ- શ્રીગણેશની આરાધના કરવાથી પૂરા થાય છે અનેક અધૂરા કામ, પ્રસન્ન કરવા મંત્રોના જાપ સાથે કરો ધ્યાન

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

TOP