વાસ્તુશાસ્ત્ર

ગર્ભવતી મહિલાના રૂમમાં લગાવો બાળ ગોપાળની કે કોઈ સુંદર બાળકની તસવીર, ઘરમાં કઈ દિશામાં લગાવવી કયા ભગવાનની તસવીર

ધર્મ ડેસ્કઃ- જો કોઈ વ્યક્તિ ખૂબ મહેનત પછી પણ સફળતા હાંસલ નથી કરી રહ્યો તો તેને વાસ્તુના ઉપાય કરવાથી લાભ મળી શકે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં નાના-નાના ફેરફાર કરીને તમે માનસિક શાંતિ મહેસૂસ કરી શકો છો. વાસ્તુના ઉપાયોથી ભાગ્ય સાથે જોડાયેલી પરેશાનીઓ પણ દૂર થઈ શકે છે. ઘરમાં દેવી-દેવતાઓની તસવીર તો બધા લગાવે છે. પરંતુ વાસ્તુ મુજબ લગાવેલી દેવી-દેવતાઓની તસવીર જીવનમાં સુખ-સમૃદ્ધિ વધારી શકે છે. અહીં જાણો ઉજ્જૈનના વાસ્તુ નિષ્ણાત ડૉ. વિનિતા નાગર મુજબ ઘરમાં ક્યા ભગવાનની તસવીર કઈ દિશામાં લગાવવાથી શુભ ફળ મળી શકે છે.

 

- ગર્ભવતી મહિલાના રૂપમાં શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની અથવા કોઈ સુંદર બાળકની તસવીર લગાવવી જોઈએ. આવી તસવીર વારંવાર જોવાથી મહિલાનું મન પ્રસન્ન રહે છે. માન્યતા છે કે ગર્ભાવસ્થામાં શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપના દર્શન કરવાથી બાળક પણ સુંદર થાય છે.

 

- રાધાકૃષ્ણની તસવીર બેડરૂમમાં લગાવવી શુભ છે.

 

- રામાયણ, મહાભારતના યુદ્ધના દ્રશ્ય ન લગાવવા જોઈએ. વાસ્તુ મુજબ આવી તસવીરો લગાવવાથી ઘરના સભ્યોને માનસિક તણાવ સહન કરવો પડી શકે છે અને પરસ્પર તાલમેળ નથી રહેતો.

 

- હનુમાનજીની તસવીર ઘરમાં કાયમ દક્ષિણ દિશાની તરફ જોતી હોય એ રીતે લગાવવી જોઈએ.

 

- સ્વસ્તિક, કમળના ફૂલ, ગુલદસ્તાની તસવીરને તથા રમકડાં ઘરમાં રાખવા ખૂબ શુભ માનવામાં આવે છે.

 

- ભગવાન શંકર, કુબેરદેવ, ગંધર્વદેવની તસવીર ઉત્તર દિશામાં લગાવો.

 

- મહાલક્ષ્મી, માતા દૂર્ગા, માતા સરસ્વતીની તસવીરો લગાવવા માટે ઉત્તર દિશા સર્વશ્રેષ્ઠ છે.

 

- મહાલક્ષ્મીની બેઠેલા સ્વરૂપવાળી તસવીર શુભ રહે છે.

 

- માતા દુર્ગાની તસવીરમાં શેરનું મોઢું ખુલ્લું ન હોવું જોઈએ.

 

ઘરમાં વધશે હકારાત્મકતા


યોગ્ય દિશામાં દેવી-દેવતાઓની મૂર્તિઓ લગાવવાથી ઘરમાં હકારાત્મકતા વધે છે અને વાસ્તુના દોષ દૂર થઈ શકે છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

TOP