વાસ્તુશાસ્ત્ર

બીમ નીચે ન રાખવો પલંગ, ખુરશી કે સોફા, સાવરણીને રસોડામાં રાખવાથી વધે છે વાસ્તુદોષ અને દુર્ભાગ્ય

ઘરનાં કબાટ કે બાથરૂમ બારણાંના

 

ધર્મ ડેસ્ક: વાસ્તુમાં કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે, જેને ગંભીરતાતી લેવાથી જીવન ખૂબજ સરળ બની જાય છે. વાસ્તુની કેટલીક બાબતોનું ધ્યાન ન રાખવાથી ઘરમાં નેગેટિવિટી અને બીમારીઓ ઘર કરી જાય છે. જેનાથી જીવનમાં અસફળતા મળવાની આશંકા પણ વધી જાય છે. વાસ્તુમાં સ્પષ્ટ માન્યતા છે કે, ઘરમાં બેસવા માટેનો સોફા, ખુરશી કે સૂવાનો પલંગ એવી જગ્યાએ ન હોવો જોઇએ, જ્યાં છત પર બીમ કે પિલર હોય. 


ઘરનાં કબાટ કે બાથરૂમ બારણાંના હંમેશાં વ્યવસ્થિત હોવા જોઇએ. તે ખુલ્લા રહી જતા હોય તો, ઘરમાં ગરીબી અને બીમારીઓ પ્રવેશે છે. ઘરના વાસ્તુને સુધારી કેટલીક ભૂલો સરળતાથી સુધારી શકાય છે. 


ધ્યાનમાં રાખવી 4 ભૂલ


બીમ નીચે ન રાખવો પલંગ
વાસ્તુ અનુસાર બીમ નીચે પલંગ ન રાખવો જોઇએ. આમ કરવાથી વ્યક્તિ થાકેલ અને તણાવગ્રસ્ત રહે છે. સાથે-સાથે બીમ નીચે રાખેલ પલંગ પર સૂતા લોકોના કામમાં અડચણો અને મુશ્કેલીઓ આવ્યા કરે છે. તેનાથી છૂટકારો મેળવવા પલંગને બીમ નીચેથી દૂર કરી દેવો જોઇએ.


 


કબાટ ખુલ્લુ ન રાખવું
ખુલ્લુ કબાટ નેગેટિવિટી પેદા કરે છે, જેના કારણે ગરની વ્યક્તિઓને બીમારી અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. માટે ઘરનું કોઇપણ કબાટ ખુલ્લુ ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. 

 

તિજોરીને ક્યારેય ન રાખવી ખાલી
ઘણા લોકો ઘર કે દુકાનમાં તિજોરી ખાલી રાખે છે. તિજોરીને ક્યારેય ખાલી ન રાખવી જોઇએ. આમ કરવાથી ઘરમાં દુર્ભાગ્ય વધે છે અને ધનની અછત રહે છે. તેનાથી બચવા તિજોરીમાં ચાંદીનો સિક્કો મૂકવો, જેથી પૈસા ન હોય તો પણ તિજોરી પૂરેપૂરી ખાલી ન રહે. 

 

સાવરણી-પોતું અને ડસ્ટબીન ક્યારેય ન રાખવાં ખુલ્લામાં
સાવરણી-પોતું અને ડસ્ટબીન ક્યારેય ખુલ્લામાં ન રાખવાં જોઇએ, કારણકે તે ઘરની પોઝિટિવ એનર્જીને નષ્ટ કરે છે. સાથે-સાથે સફળતામાં અડચણો આવે છે. સાવરણીને ક્યારેય રસોડામાં ન રાખવી જોઇએ, કારણકે તે આવક અને અન્ન બન્ને માટે અશુભ ગણાય છે. 

 

જમતા-જમતા વારંવાર ઊભા થવા પર થઈ શકે છે રૂપિયાનું નુકસાન, છોડેલું ભોજન કરવાથી ઓછી થઈ શકે છે ઉંમર

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

TOP