બિઝનેસને વધારવા માટે શ્રાવણ મહિનામાં અપનાવો 7 વાસ્તુ ટિપ્સ: દુકાનના એકમુખી રુદ્રાક્ષ રાખવાથી થશે લાભ

ગ્રાહકોને બીમ કે સીડીની નીચે બેસાડવાનું અશુભ છે

divyabhaskar.com | Updated - Aug 25, 2018, 05:15 PM
vastu tips to grow business

ધર્મ ડેસ્ક: બિઝનેસમાં થઈ રહેલાં નુકસાનને શ્રાવણ મહિનામાં શિવની કૃપાથી ભરપાઈ કરી શકાય છે. વાસ્તુ પ્રમાણે શ્રાવણ મહિનામાં દુકાનમાં આ 7 કામ કરવામાં આવે તો બિઝનેસમાં થઈ રહેલી ખોટ ભરપાઈ થાય છે. આ ઉપરાંત બિઝનેસ સાથે જોડાયેલી દરેક પરેશાની દૂર થાય છે.


1- દુકાનના ગલ્લામાં એકમુખી રુદ્રાક્ષ કપડામાં બાંધીને કે કોઈ ડબ્બીમાં રાખો. એમ કરવાથી બિઝનેસમાં ધનને લગતી કોઈ પરેશાની નહીં આવે.


2-દુકાનમાં મુખ્ય દરવાજાની પાસે લાલ કે કેસરી રંગથી ઓમ બનાવો. એમ કરવાથી તમારા બિઝનેસ ઉપર કોઈ પ્રકારની નેગેટિવિટીની અસર નહીં પડે.


3-વાદળી રંગ ભગવાન શિવનો સૌથી પ્રિય રંગ માનવામાં આવે છે, એટલે દુકાનની ઉત્તર દિશામાં વાદળી રંગનું ફૂલ રાખો. તેનાથી ધન આગમનમાં થતી અડચણો દૂર થશે


4-દુકાનના મંદિરમાં ભગવાન શિવની એવી મૂર્તિ સ્થાપિત કરો, જેમાં ભગવાન શિવ નંદી ઉપર બેઠાં હોય. એમ કરવાતી બિઝનેસમાં નવી તકો પ્રાપ્ત થવા લાગશે.


5-દુકાનના દક્ષિણ-પૂર્વ ખૂણામાં ધાતુનું બનેલું કોઈ શો-પીસ રાખી દો. એમ કરવાથી દુકાન ઉપર ભગવાન શિવ ઉપર હંમેશાં કૃપા બનેલી રહેશે.


6-દુકાનની અંદર જૂતા-ચપ્પલ પહેલીને આવવું બિઝનેસ માટે શુભ નથી માનવામાં આવતું, એટલા માટે બૂટ-ચપ્પલને દુકાનની બહાર જ રાખવાની વ્યવસ્થા કરો.


7-દુકાનમાં ગ્રાહકોને બેસવાની વ્યવસ્થા એ રીતે કરો કે તે બીમ કે સીડીઓની નીચે ન હોય. ગ્રાહકોને બીમ કે સીડીની નીચે બેસાડવાનું અશુભ હોય છે.

X
vastu tips to grow business
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App