વાસ્તુશાસ્ત્ર
Home » Jyotish Vastu » Vastu » પ્રોફેશન પ્રમાણે પડદાનો રંગ, Vastu Tips for Curtains colour according to profession

સફળતા માટે પ્રોફેશન પ્રમાણે પડદાનો રંગ રાખો: વકીલે મરૂન રંગનો પડદો રાખવો

ડો. દીક્ષા રાઠી જણાવી રહ્યાં છે, કોણે કયા રંગના પડદાનો ઉપયોગ કરવો જોઇએ ઓફિસમાં

ધર્મ ડેસ્ક: બિઝનેસ કે કાર્યક્ષેત્ર પર કેટલીકવાર અયોગ્ય વાસ્તુ અને ગ્રહોના કારણે પૂરતું પરિણામ ન મળતું હોય તો, પ્રોફેશન પ્રમાણે પડદાના રંગની પસંદગી કરવાથી અટકેલાં કામ પણ પૂરાં થવા લાગે છે. કોલકાતાના વાસ્તુ નિષ્ણાત ડો. દીક્ષા રાઠી જણાવી રહ્યાં છે, કેવી ઓફિસમાં કેવા રંગના પડદાનો ઉપયોગ કરવો જોઇએ...

- સરકારી કર્મચારી, રાજનેતા, ફોરેસ્ટ વિભાગ, દવાના વ્યાપારી, સોની, ઠેકેદાર અને હ્રદયના ડૉક્ટરે પોતાની ઓફિસમાં ગોલ્ડન કે કૉપર કલરના પડદા લગાવવા જોઇએ.

- ચાંદીના વ્યાપારી, મનોચિકિત્સક, પાણી સંબંધિત વ્યવસાયી, ટ્રાવેલ એજન્ટ, પ્લાસ્ટિકના વ્યાપારી, ફૂડ પ્રોડક્ટ્સના વ્યાપારી, સ્ત્રી રોગ નિષ્ણાત અને અનાજના વ્યાપારીએ ઓફિસમાં સફેદ કે ક્રિમ રંગના પડદા લગાવવા જોઇએ.

- પ્રોપર્ટી બ્રોકર, લેડિઝ બ્યૂટિ પાર્લર, વકીલ, કૂક, બ્લડ બેન્ક, સર્જન, ધારદાર વસ્તુઓ બનાવવારે ઓફિસમાં લાલ કે મરૂન જેવા ઘાટા રંગનો ઉપયોગ કરવો જોઇએ.

- વીમા એજન્ટ, અકાઉન્ટન્ટ, દલાલ, કમીશન એજન્ટ, લેખક, પ્રકાશક, અધ્યાપક, એન્જિનિઅર, કુરિયર સર્વિસ, બેન્ક કર્મચારીએ આછા લીલા રંગના પડદા લગાવવા જોઇએ.

- ઈલેક્ટ્રોનિક્સનું કામ કરનાર, મનોરંજન ક્ષેત્રમાં કામ કરનાર, ફોટોગ્રાફર, એડ એજન્સી, આર્કિટેક્ટ અને સુગંધિત દ્રવ્યોનો વ્યવસાય કરનાર લોકોએ સફેદ, રાખોડી અને પીચ જેવા આછા રંગના પડદા લગાવવા જોઇએ.

- રબર ઉદ્યોગ, સફાઇને લગતાં કામ, ખેતીનાં સાધનો વેચનાર, પેટ્રોલિયમ પદાર્થોના વ્યાપારી, ખનીજ એન્જિનિઅર, લેબરના ઠેકેદાર, ધાતુ અને ખાદ્યતેલ વગેરેના વ્યાપારીએ વાદળી, જાંબુડીયો કે કાળા રંગના પડદાનો ઉપયોગ કરવો જોઇએ.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

TOP