વાસ્તુશાસ્ત્ર
Home » Jyotish Vastu » Vastu » Jyotish Upay For Job Related Problems Worship Of Lord Ganesh

ઓફિસમાં બનતા કામ બગડી જાય કે પછી તમારી વાતને કોઈ મહત્વ ન આપે, ગણેશ પૂજાથી થઈ શકે છે ફાયદો

ધર્મ ડેસ્કઃ આજે એક-બીજાથી આગળ નીકળવાની હરીફાઈમાં યુવાનો નોકરીમાં કેટલીક સામાન્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ઓફિસ અથવા વર્કપ્લેસ પર તેમની વાતને કોઈ મહત્વ નથી આપવામાં આવતું, બનતા કામ બગડી જાય છે, તેમની પ્લાનિંગ પર કોઈ ધ્યાન નથી આપતું અને કાયમ જ્યારે પણ કોઈ અગત્યનું કામ કરવા માટે બેઠાં હોય ત્યારે મગજ કોઈ બીજી જગ્યાએ લાગી જાય છે. તે ફોકસ નથી કરી શકતા. આ પ્રકારની સમસ્યાઓથી મોટાભાગના લોકો પરેશાન છે. તેની પાછળનું એક મોટું કારણ કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોવો છે. આ તમામ પરેશાનીઓ કુંડળીમાં બુધ ગ્રહની નબળી સ્થિતિ તરફ ઇશારો કરે છે. તેના માટે તમે કેટલાક નાના-નાના ઉપાયો કરી શકો છો.

ભગવાન ગણેશની પૂજા બુધ ગ્રહના શુભ પ્રભાવ માટે સૌથી અસરકારક માનવામાં આવે છે. બુધ ગ્રહના સ્વામી ભગવાન ગણેશ જ છે. જ્યોતિષ ગ્રંથોમાં કેટલાક નાના-નાના ઉપાય જણાવવામાં આવ્યાં છે જે બુધ ગ્રહની શુભ અસર વધારે છે. બુધ ગ્રહ વાણી અને બુદ્ધિ બંનેનો કારક ગ્રહ માનવામાં આવે છે. જો કેટલાક ઉપાય કરવામાં આવે તો નોકરીમાં આવતી સમસ્યાઓ દૂર થવા લાગે છે.

કરો આ 5 નાના-નાના કામ

- સવારે સ્નાન કર્યા પછી ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરો. તેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે, કામમાં આવતા વિઘ્નો દૂર થશે. પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા મળશે.

- જ્યારે પણ ઓફિસ જવા નીકળો પહેલા ગણેશજીના દર્શન જરૂર કરો. તેનાથી તમારા વ્યક્તિત્વમાં એક નવી ઊર્જાનો સંચાર થશે.

- ઓફિસમાં જ્યારે પણ ફ્રી ટાઇમ મળે, ત્યારે મનમાં ऊँ गं गणपतये नमः મંત્રના જાપ કરો. તેનાથી તમારી વાણીનો પ્રભાવ પડશે અને તમારી વાતની બીજા ઉપર હકારાત્મક અસર જોવા મળશે.

- શક્ય હોય તો દર બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવો. તેનાથી બુધ ગ્રહની અશુભ અસર દૂર થશે.

- દર બુધવારે ગણેશ મંદિર જવાનો નિયમ બનાવો, ત્યાં ઓછામાં ઓછી 10 મિનિટ ગણેશ મૂર્તિની સામે બેસો.

આ પણ વાંચોઃ- ચાણક્યઃ જે વ્યક્તિ દુખમાં, બીમારીમાં અને સંકટ સમયમાં સાથ આપે એ જ હોય છે સાચો મિત્ર

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

TOP