વાસ્તુશાસ્ત્ર

જે ઘરોમાં વાસ્તુદોષ હોય ત્યાં રહેનાર લોકોના વિચારોમાં નકારાત્મકતા હોય છે, ઘરની અંદર જ નહીં, બહાર પણ રાખો સફાઈ

ધર્મ ડેસ્ક: ઘરમાં વાસ્તુ દોષ હોય તો નકારાત્મક ઉર્જા વધે છે. ઘર ભાડે હોય કે પોતાનું વાસ્તુ દોષના કારણે સરળતાથી કામમાં સફળતા મળતી નથી. સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીનો પણ સામનો કરવો પડે છે. વોસ્તુ એક્સપર્ટ ડો. દીક્ષા રાઠી ઘરમાં રહેલા વાસ્તુ દોષને દૂર કરવાના ઉપાયો અહીં જણાવી રહ્યા છે.


1. ઘરના મુખ્ય દરવાજે હંમેશા સફાઈ રાખવી. મુખ્ય દરવાજા પાસે રાતના સમયે પણ થોડો પ્રકાશ રહેવો જોઈએ. આવું કરવાથી ઘરમાં હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.


2. શક્ય હોય તો ઘરના દરવાજે લાકડાનો ઉંબરો બનાવવો જોઈએ. જેનાથી બહારનો કચરો અંદર આવતા અટકશે. કચરો પણ વાસ્તુ દોષ વધારે છે.


3. ઘરના મુખ્ય દરવાજે ગણેશજીની તસવીર લગાવી શકાય. તમે ઈચ્છો તો ॐ પણ લખી શકો છો. આવું કરવાથી ઘરમાં દેવી-દેવતાની કૃપા જળવાય રહે છે.


4. દરવાજાની સામે ફૂલોની તસવીર લગાવવી જોઈએ. સૂર્યમુખીના ફૂલને વધુ શુભ માનવામાં આવ્યા છે.


5. ઘરના નૈઋત્ય ખૂણા (દક્ષિણ-પિશ્ચિમ)માં ક્યારેય અંધારું ન રાખવું. વાયવ્ય ખૂણામાં (ઉત્તર-પિશ્ચિમ)માં વધુ રોશનીવાળો બલ્બ ના લગાવવો.


6. ઘરમાં શાંત જાળવવી જોઈએ. ઝઘડાથી ઘરમાં વાસ્તુ દોષ વધે છે.


7. ઘરની આસપાસ સુકાઈ ગયેલું ઝાડ કે તેનું થડ હોય તો તેને હટાવી દેવું જોઈએ. તેનાથી વાસ્તુ દોષ વધે છે.


8. મુશ્કેલીઓને દૂર કરવા માટે રોજ સવારે વહેલા ઊઠવું જોઈએ. સ્નાન કરી સૂર્યને જળ ચડાવવું જોઈએ,


9. રોજ સવાર-સાંજ ઘરમાં મંત્રોનો જાપ કરવો જોઈએ. મંત્ર જાપથી વાતાવરણમાં સકાતાત્મકતા વધે છે. 


10. રોજ સવાર-સાંજ જમવાનું બનાવો ત્યારે ગાય અને કુતરાંની રોટલી જરૂર બનાવવી જોઈએ.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

TOP