વાસ્તુ ટિપ્સ / ઘરમાં 9 પ્રકારના વાસ્તુ દોષ હોય તો વ્યક્તિ લાગણીશૂન્ય બની જાય છે

તસવીર પ્રતિકાત્મક છે.
તસવીર પ્રતિકાત્મક છે.
X
તસવીર પ્રતિકાત્મક છે.તસવીર પ્રતિકાત્મક છે.

divyabhaskar.com

May 28, 2019, 11:57 AM IST

ધર્મ ડેસ્ક : ઘણા લોકોને આપણી આસપાસ થતી હૃદયદ્રાવક ઘટનાઓથી કોઈ અસર થતી નથી. તેઓ લાગણીશુન્ય હોય તેવું લાગે છે. વ્યક્તિ લાગણીશૂન્ય બની જાય તેની પાછળ કેવા પ્રકારના વાસ્તુ દોષ કારણભૂત છે તે અમારા વાસ્તુ એક્સપર્ટ મયંક રાવલ અહીં જણાવી રહ્યા છે.
 

આ વાસ્તુ દોષ વ્યક્તિને લાગણીશૂન્ય બનાવે છે

ઈશાનથી નૈરુત્યનો અક્ષ નકારાત્મક હોય તો વ્યક્તિ નિષ્ઠુર બને છે.
 

પશ્ચિમનો અક્ષ નકારાત્મક હોય અને ઉત્તરનો દોષ હોય તો વ્યક્તિ અન્યની તકલીફમાં પોતાનો ફાયદો શોધી શકે છે.
 

અગ્નિના ત્રણેય અક્ષ નકારાત્મક હોય તો વ્યક્તિ આવી ઘટનામાં પોતાનો હકારાત્મક ફાળો હોવાની વાત ઉપજાવી શકે છે.
 

બે મુખ્ય અક્ષ નકારાત્મક હોય તો વ્યક્તિને અન્યના દુ:ખની અસર થતી નથી.
 

ઈશાનના ત્રણેય અક્ષ નકારાત્મક હોય તો આવી ઘટના પછી પણ વ્યક્તિ ખુશ રહી શકે છે.
 

બ્રહ્મનો અમુક દોષ હોય તો વ્યક્તિને આવી ઘટનાથી ક્યારેક મજા પડે છે. તે વધારે લોકો સુધી આ સંદેશ પહોચાડવા પ્રયત્ન કરે છે.
 

ઇશાન નકારાત્મક હોય તો વ્યક્તિ આવા સંજોગોમાં મદદરૂપ થતી નથી.
 

વાયવ્યનો દોષ હોય તો વ્યક્તિ જોઈતી સમજદારી દેખાડવામાં નિષ્ફળ જાય છે.
 

ઉત્તરથી દક્ષિણનો અક્ષ નકારાત્મક હોય તો વ્યક્તિ અન્ય પર દોષારોપણ કરી પોતાનો ફાયદો લઇ શકે છે.

 

ભારતીય વાસ્તુમાં બધી સમસ્યાનું નિરાકરણ છે.


(માહિતી : વાસ્તુ સાયન્ટીસ્ટ મયંક રાવલ).

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી