રત્ન જ્યોતિષ: મોતી કર્ક રાશિના જાતકો માટે છે લાભદાયી, ચામડી અને પેટના રોગોમાંથી આપે છે રાહત

જે વ્યક્તિની કુંડળીમા ચંદ્ર કમજોર હોય તેમણે મોતી ધારણ ન કરવું

divyabhaskar.com | Updated - Aug 21, 2018, 03:52 PM
ratna jyotish benefits of moti

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ જ્યોતિષ મુજબ દરેક ગ્રહ માટે એક ખાસ નંગ હોય છે જે વ્યક્તિ ઉપર ખાસ અસર કરે છે. અહીં જણાવી રહ્યા છીએ ચંદ્રના રત્ન મોતી વિશે, તેને પહેરવાથી શું લાભ થાય છે અને કયા જાતકોએ તે પહેરવું જોઈએ.


મોતી ચંદ્રનો રત્ન છે, તેને પહેરવાથી શાંતિ મળે છે અને ત્વચા રોગ દૂર થાય છે. મોતીનો રંગ સફેદ હોય છે. ચંદ્રનો રત્ન હોવાના કારણે કર્ક રાશિવાળા જાતકોને તે ખાસ લાભ આપે છે. ચામડીના રોગોની સાથે મોતી પહેરવાથી પેટને લગતી સમસ્યા, શ્વાસને લગતી સમસ્યા અને માથા સબંધી બીમારીમાં ના પણ લાભ કરે છે.


કઈ સ્થિતિમાં મોતી પહેવું જોઈએ


- ચંદ્ર નીચ રાશિ વૃશ્ચિકમાં હોય તો મોતી પહેરવાથી લાભ થાય છે.
- ચંદ્ર રાહુ અથવા કેતુની યુતિમાં હોય તો મોતી પહેરી શકાય છે.
- ચંદ્ર પાપ ગ્રહોની દ્રષ્ટિમાં હોય તો મોતી પહેરવો જોઈએ.
- ચંદ્ર કમજોર હોય અથવા સૂર્યની સાથે હોય તો મોતી ધારણ કરવું જોઈએ.
- ચંદ્રની મહાદશા હોય ત્યારે મોતી પહેરવો જોઈએ.
- ચંદ્ર કમજોર હોય, જન્મ કૃષ્ણ પક્ષમાં હોય તો પણ મોતી પહેરવાથી લાભ મળે છે.
મોતી ધારણ કરવાથી કુંડળીમાં ચંદ્ર મજબૂત બને છે જેનાથી માનસિક તણાવ દૂર થાય છે, સાથે જ પથરી, મૂત્ર રોગ, સાંધાના દુખાવા વગેરેમાં રાહત મળે છે.


કઈ સ્થિતિમાં મોતી ધારણ ન કરવું


જે વ્યક્તિની કુંડળીમા ચંદ્ર કમજોર હોય તેમણે મોતી ધારણ ન કરવો. મોતી ધારણ કરતાં પહેલા કોઈ જ્યોતિષી સાથે સલાહ કરવી જોઈએ. જો ખોટા યોગોમાં મોતી ધારણ કરવામાં આવે તો ડિપ્રેશન અને નિરાશા વધી જાય છે.

કયા વારે અને કઈ રીતે મોતી ધારણ કરવું

મોતીને સોમવારના દિવસે પૂજા વિધિ કરી ચાંદીની વીંટીમાં ધારણ કરવું. મોતી ચોથી (કનિષ્ઠિકા) આંગળી પર ધારણ કરી શકાય.

ધન અને મીન રાશિના લોકોએ પોખરાજ પહેરવો જોઈએ

X
ratna jyotish benefits of moti
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App