રત્ન જ્યોતિષ

ગોમેદ કોણે અને શા માટે ધારણ કરવો જોઈએ?

ધર્મ ડેસ્ક: ગોમેદ વ્યક્તિના જીવનમાં રહેલા રાહુના ખરાબ પ્રભાવને દૂર  કરે છે. માનસિક ઉથલ-પાથલ, ખોટા નિર્ણયો તથા કારણ વિના થઇ રહેલા નુકસાનને રોકવા માટે વ્યક્તિએ ગોમેદ રત્ન ધારણ કરવો જોઇએ.

 

આ રત્ન જીવનમાં પ્રેમ, સમૃદ્ધિ અને ખુશહાલી લાવવાનું કામ કરે છે. ગોમેદ રત્નને ચાંદીમાં મઢાવીને પહેરી શકાય છે. ગોમેદનો ઉપરત્ન ઓરેન્જ જર્કિન તથા હેસોનાઉટ છે. રાહુ અને કેતુ પાપગ્રહ છે, બહુ ઓછા સંજોગોમાં રાહુ અને કેતુના રત્ન ધારણ કરવાની સલાહ અપાય છે.

 

ગોચર રત્નો તરીકે વિપરીત દશાઓમાં જ આ રત્નો ધારણ કરવું સલાહભર્યું રહેશે. કફ, પિત્ત, પાચન, ત્વચારોગ, મંદ બુદ્ધિ, પથરીનો રોગ વગેરેમાં આ રત્ન ધારણ કરવો ફાયદાકારક છે.

 

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ

TOP