રત્ન જ્યોતિષ

પન્ના કોણે અને શા માટે ધારણ કરવો જોઈએ?

ધર્મ ડેસ્ક: પન્ના બુધ રાશિ રત્ન હોવાને કારણે વિદ્યાર્થીઓ તથા અભ્યાસ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સૌભાગ્ય લાવે છે. આ રત્નનો રંગ હળવો લીલો હોય છે. તેને ધારણ કરવાથી બુઘની પીડા શાંત થઇ જાય છે.

 

મિથુન તથા કન્યા લગ્નવાળા વ્યક્તિ પણ પન્ના ધારણ કરી શકે છે. પન્ના વધારે મોંઘો હોવાને કારણે પ્રત્યેક વ્યક્તિ તેને ધારણ કરી શકતો નથી, આવી અવસ્થામાં તમે ઝેડ, એક્વામેરિન, ફિરોઝા અથવા આનેક્સ પણ પહેરી શકો છો. પન્ના હમેશાં ચાંદીમાં પહેરી શકાય છે.

 

બુધ ગ્રહ વકતૃત્વ, તર્ક, તાલમેલ, લખાણ, બુદ્ધિ ચાતુર્ય અને અભ્યાસને રજૂ કરે છે. વૃષભ, મિથુન, કન્યા અને તુલા જન્મલગ્નના જાતકો બુધનું રત્નને છેલ્લી આંગળીમાં ધારણ કરી શકે છે. ગેસ, પાગલપણું, આધાશીશી, બોલવામાં ખચકાવું, રક્તવ્યાધિ, મૂત્રતા, શ્વાસ સંબંધિત બીમારીઓમાં પન્ના પહેરવો ફાયદાકારક છે.

 

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ

TOP