રત્ન જ્યોતિષ

હીરો કોણે અને શા માટે ધારણ કરવો જોઈએ?

ધર્મ ડેસ્ક: હીરો શુક્ર ગ્રહની અનુકૂળતા માટે પહેરવામાં આવે છે. હીરો પહેરવાથી શુક્રનો નકારાત્મક પ્રભાવ દૂર થાય છે અને સમૃદ્ધિના દ્વાર ખુલે છે. જ્યોતિષ મુજબ હીરો પહેરવાથી પ્રેમ/વૈવાહિક સંબંધ અનુકૂળ થાય છે અને વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવે છે.

 

હીરાને હમેશાં ચાંદી અથવા પ્લેટિનમમાં પહેરવો જોઇએ. હીરો ખૂબ જ મોંઘો હોવાને કારણે બધા લોકો તેને ખરીદી શકતા નથી, આ સ્થિતિમાં તમે હીરાનો ઉપરત્ન જર્કિન, સ્ફટિક, સફેદ પુખરાજ, ઓપલ ખરીદીને પહેરી શકો છો. બીજી કે ત્રીજી આંગળી પર શુક્રનું રત્ન પહેરી શકાય છે.

 

શુક્ર પણ ખૂબ શુભ ગ્રહ છે, છતાય વૃષભ, મિથુન, કન્યા, મકર, અને કુંભ  જન્મલગ્ન રાશિના જાતકોએ જ શુક્રનું રત્ન ધારણ કરવું જોઈએ. મંદાગ્નિ, અજીર્ણ, વાયુ,  ગળાના રોગો, જાતીય રોગોમાં આ રત્ન પહેરવું લાભદાયક છે.

 

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ

TOP