મૂંગા કોણે અને શા માટે ધારણ કરવો જોઈએ?

મૂંગા નીલમ, હીરો, ગોમેદ અને લહસુનિયાની સાથે ક્યારેય ન પહેરવો જોઇએ

divyabhaskar.com | Updated - Jun 01, 2018, 12:50 PM
Which finger to wear coral stone?

ધર્મ ડેસ્ક: મંગળનો રત્ન મૂંગા દેખાવમાં મોતી જેવો લાલ રંગનો હોય છે. તે અંડાકાર તથા ત્રિકોણ શેપમાં જ આવે છે. જે લોકોની કુંડળીમાં મંગળ અશુભ યોગ બનાવી રહ્યો છે તેમને મૂંગા પહેરવાની સલાહ આપવામાં આવે છે.

મૂંગા પહેરતા પહેલાં કોઇ અનુભવી જ્યોતિષીની સલાહ લેવી જોઇએ કારણ કે, તે મેષ તથા વૃશ્ચિક બંન્ને રાશિવાળા લોકો માટે શુભ માનવામાં આવે છે પરંતુ તેની અસર બંન્ને રાશિઓ પર અલગ-અલગ થાય છે. આ રત્નને રાજનીતિજ્ઞ, સેના, પોલીસ, બિલ્ડિંગ અને કોઇ હોસ્પિટલની લેબમાં કામ કરનાર વ્યક્તિ પણ પહેરી શકે છે.

મૂંગાને નીલમ, હીરો, ગોમેદ અને લસણિયાની સાથે ક્યારેય ન પહેરવો જોઇએ. મૂંગા હંમેશા સોના અથવા તાંબાની ધાતુમાં બનાવીને જ પહેરવો જોઇએ. મંગળ ગ્રહ ઉત્સાહ, ત્વરા, તાકાત, યૌવન અને પુરુષત્વને રજૂ કરે છે. મંગળ માનવ શરીરના લોહી અને સ્નાયુઓ પર શાસનકર્તા ગ્રહ છે.

કર્ક, સિંહ, ધન અને મીન જન્મલગ્નના જાતકો મંગળનું રત્ન ત્રીજી આંગળી પર ધારણ કરી શકે છે. હરસ-મસા, ગર્ભપાત થઈ જવો, કફ, ખાંસી, પિત્તાશયના રોગોમાં મૂંગા પહેરવાથી ફાયદો થાય છે.

X
Which finger to wear coral stone?
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App