રત્ન જ્યોતિષ

સૂર્યનો રત્ન માણેક મોંઘો હોવાથી ખરીદી ન શકો તો સૂર્યનો ઉપરત્ન સ્પાઈનલ પહેરીને શુભ ફળ મેળવી શકો છો, આ છે બીજા 6 મુખ્ય રત્નોના ઉપરત્ન

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ કુંડળીના દોષોના નિવારણ માટે ઘણીવાર જ્યોતિષના ઉપાયો કરવા માટે રત્નો પહેરવાની સલાહ આપવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મનાના બતાવ્યા પ્રમાણે જ્યોતિષશાસ્ત્રના હિસાબે મુખ્ય રીતે નવ રત્નો બતાવ્યા છે. પરંતુ આ રત્નો ખૂબ જ મોંઘા હોય છે અને તે નકલી હોવાનો પણ ડર રહેતો હોય છે. તેની માટે રત્નોના સ્થાને ઉપરત્નો પણ પહેરવામાં આવે છે જે સસ્તા પણ હોય છે અને અસરકારક પણ હોય છે. એટલા માટે આજે અમે તમને ઉપરત્નો વિશે બતાવી રહ્યા છીએ.

 

શું હોય છે રત્નો અને ઉપરત્નો વચ્ચેનું અંતર?

 

-ઉપરત્ન અને રત્નમાં મુખ્ય અંતર એ હોય છે કે રત્ન વધુ લાંબા સમય સુધી કામ કરે છે જ્યારે ઉપરત્ન તેની સરખામણીએ ઓછા સમય માટે અસરકારક હોય છે. 

 

- એક ગ્રહ માટે મુખ્ય રીતે એક રત્ન અને ઘણા બધા ઉપરત્નો હોય છે, યોગ્ય ઉપરત્નની પસંદગી કરીને ધારણ કરવામાં આવે તો ચોક્કસપણે લાભ થાય છે.

 

સૂર્ય-


-સૂર્યનો મુખ્ય રત્ન માણેક છે. તેની જગ્યાએ તામડી, લાલડી, લાલ તુરમલી અને ગાર્નેટ રત્નો પહેરી શકાય છે.

- માણેકનો સૌથી સારો ઉપરત્ન "સ્પાઈનલ" હોય છે. તેને રિંગ ફિંગરમાં તાંબામાં ધારણ કરવો જોઈએ.

 

- ચંદ્ર-


ચંદ્રનો મુખ્ય રત્ન મોતી છે. મોતીનો ઉપરત્ન મૂન સ્ટોન અને એગેટ હોય છે.

 

-મોતીની જગ્યાએ ચાંદીમાં મૂનસ્ટોન ધારણ કરવાથી સૌથી વધુ ફાયદો થતો હોય છે.

 

મંગળ

 

-મંગળનો મુખ્ય રત્ન મૂંગા છે. મૂંગાનો ઉપરત્ન લાલ હકીક હોય છે. તેને તાંબામાં ધારણ કરી શકાય છે.

 

બુધ-


બુધનો મુખ્ય રત્ન પન્ના હોય છે. પન્નાના ઉપરત્ન લીલો એક્વામરીન, ઓનેક્સ, મરગજ હોય છે.

 

- જો કે તેનો સૌથી સારો ઉપરત્ન મરગજ ગણાય છે તેને ચાંદીમાં ધારણ કરવો શુભ રહે છે.

 

બૃહસ્પતિ-

 

-બૃહસ્પતિનો મુખ્ય રત્ન પીળો પુખરાજ હોય છે. તેનો ઉપરત્ન પીળો એક્વામરીન, સુનૈલા, યલો સિટ્રીન હોય છે.

 

- પીળો એક્વામરીન સૌથી સારો ઉપરત્ન હોય છે. તેને પીતળ કે સોનાની સાથે પહેરાય છે.

 

શુક્ર-

 

શુક્રનો મુખ્ય રત્ન હીરો હોય છે. હીરો ખૂબ જ મોંઘો રત્ન હોય છે એટલા માટે તેની જગ્યાએ ઉપરત્ન જરકન, અમેરિકન ડાયમંડ અને ઓપેલ પણ પહેરી શકાય છે.

 

- તેમાં ઓપેલ સૌથી સારો ઉપરત્ન હોય છે. તેને ચાંદીમાં ધારણ કરવો જોઈએ.

 

શનિ-

 

શનિનો મુખ્ય રત્ન નીલમ છે. નીલમનો ઉપરત્ન નીલી, વાદળી ટોપાઝ, લાજવર્ત, તંજનાઈટ અને સોડાલાઈટ છે.

 

-પરંતુ નીલમનો સૌથી સારો ઉપરત્ન તંજનાઈટ માનવામાં આવે છે. તેને ચાંદીમાં ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે.

 

(આ તમામ રત્નો સોનીની દુકાને પ્રાપ્ત થાય છે પરંતુ તેને કોઈ નિષ્ણાત જ્યોતિષની સલાહ લીધા પછી જ ધારણ કરવા જોઈએ. ખોટા રત્ન ધારણ કરવાથી નુકસાન થઈ શકે છે)

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ

TOP