તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જન્મતારીખ પ્રમાણે તમારી માટે 20 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર સુધીનો સમય કેવો રહેશે?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જે લોકોનો જન્મ 10 અથવા 28 તારીખે થયો છે તેમને લાભ મળશે. 5 તારીખે જન્મેલાં વિવાદોથી દૂર રહે.

ધર્મ ડેસ્કઃ સોમવાર, 20 સપ્ટેમ્બરથી રવિવાર, 6 ઓક્ટોબરનો સમય થોડાં લોકો માટે શુભ રહેશે. આ દિવસોમાં ભાગ્યનો સાથ મળશે અને કાર્યોમાં સફળતા સાથે માન-સન્માન પ્રાપ્ત કરશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે જન્મ તારીખ પ્રમાણે જાણો તમારી માટે 30 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબરનો સમય કેવો રહેશે.

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
પૂજા-પાઠ તરફ રસ વધશે. લાભના યોગ બનશે. ખરાબ આદતોને છોડશો નહીં તો પરેશાની વધી શકે છે. નોકરીમાં અધિકારીઓની મદદ મળશે.

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
ઘર-પરિવારમાં ચિંતા બની રહેશે. વેપાર-વ્યવસાય માટે સંભાળીને રહેવું. નોકરીમાં સાથીના સહયોગથી પરેશાની દૂર કરી શકશો.

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
વાહન ચલાવતી સમયે સાવધાન રહેવું. પ્રેમ-પ્રસંગમાં મધુરતા બની રહેશે. જીવનસાથીની મદદથી કોઇ મોટી પરેશાની દૂર થઇ શકે છે. આળસથી બચવું.

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
આવકમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. ધૈર્યથી કામ કરો. ગુસ્સાના કારણે તમારું નુકસાન થઇ શકે છે. કાર્ય વધારે રહેશે. આશા પ્રમાણે ફળ મળશે નહીં.

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
વિવાદોથી દૂર રહેવું. વેપારમાં પ્રતિસ્પર્ધાનો સમય છે. ધન પ્રાપ્તિમાં મુશ્કેલી આવી શકે છે. કાર્યમાં બાધાઓના કારણે તણાવ વધી શકે છે.

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
નવા લોકો સાથે મુલાકાત થશે. ભવિષ્યમાં તેનો લાભ પણ મળશે. દુશ્મનોને હરાવી શકશો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
પરિવાર અને મિત્રોની સાથે ક્યાંય લાંબી યાત્રા પર જવાની યોજના બની શકે છે. સમય સુખદ રહેશે. રોકાણથી લાભ મળી શકે છે.

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
કામમાં મન લાગશે નહીં. રોકાણ કરવા માંગો છો તો હાલ રોકાઇ જાવ. નિષ્ણાતો પાસેથી સલાહ લઇને જ રોકાણ કરવું. વાદ-વિવાદની સ્થિતિથી બચવું. 

જે લોકોની જન્મ તારીખ 9, 18 કે 27 છે
પહેલાં કરેલી મહેનતનું ફળ હાલ મળી શકે છે. કોઇ મોટું કામ આ સપ્તાહ પૂર્ણ થઇ શકે છે. ઘર-પરિવાર અને સમાજમાં માન-સન્માન મળશે.

અન્ય સમાચારો પણ છે...