સાપ્તાહિક અંક ભવિષ્ય / જન્મતારીખ પ્રમાણે તમારી માટે 7 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર સુધીનો સમય કેવો રહેશે?

weekly numerology rashifal of 7th October to 13th October

  • જે લોકોની જન્મતારીખ 10 કે 19 છે, તેઓ વાદ-વિવાદથી બચે, નહીંતર વાત વધારે બગડી શકે છે. 2 તારીખે જન્મેલાં લોકો બેદરકારી કરે નહીં. અંક 3વાળાને લાભ મળી શકે છે.

Divyabhaskar.com

Oct 06, 2019, 12:17 PM IST

ધર્મ ડેસ્કઃ અંક જ્યોતિષમાં જન્મ તારીખના આધારે ભવિષ્ય, સ્વભાવ અને અંક રાશિફળ સાથે જોડાયેલી વાતો જાણી શકાય છે. આ પણ જ્યોતિષની ખૂબ જ પ્રચલિત વિદ્યા છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે જન્મ તારીખના આધારે જાણો તમારી માટે 6 થી 12 ઓક્ટોબર સુધીનો સમય કેવો રહેશે.

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

આ સપ્તાહ વાહન ચલાવતી સમયે સાવધાની રાખો. કોઇ સાથે વાદ-વિવાદ કરશો નહીં. ધૈર્યથી કામ કરશો તો સફળતા મળી શકે છે. નજીકના ભવિષ્યમાં સમય પક્ષમાં થઇ જશે.

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ધન સંબંધી કાર્યોમાં બેદરકારી નુકસાનદાયક સાબિત થઇ શકે છે. સમાજમાં વિરોધી તમારી વિરૂદ્ધ અવાજ ઉઠાવશે, પરંતુ તમારે ગુસ્સો કરવાથી બચવું. નહીંતર વાત વધારે ખરાબ થશે.

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

શાસકીય કાર્યોમાં આવી રહેલી બાધાઓ દૂર થઇ શકે છે. ધનલાભ મળવાના યોગ બની રહ્યા છે. સુખ-સુવિધાઓની વસ્તુઓ ઉપર વધારે ખર્ચ થશે. માન-સન્માન વધશે અને બધા જ લોકો તમારી વાત માનશે.

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ભૂતકાળમાં કરેલાં રોકાણથી લાભ મળી શકે છે. નવા રોકાણમાં નિષ્ણાતોની સલાહ અવશ્ય લેવી. લાભમાં વૃદ્ધિ થશે. પરિવાર સાથે ક્યાંક બહાર જવાનું મન થશે.

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ઘર-પરિવારના સહયોગથી મોટી પરેશાનીઓ દૂર કરી શકશો. પ્રસન્નતાનું વાતાવરણ રહેશે. પોઝિટિવ વાતાવરણ રહેશે. કાર્યોમાં સફળતા મળશે.ૉ

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

સ્થાઈ સંપત્તિમાં વૃદ્ધિ થઇ શકે છે. વેપારમાં લાભ મળવાના યોગ બની રહ્યા છે. બેરોજગારોને રોજગાર મળી શકે છે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. પ્રસન્નતા બની રહેશે.

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

અભ્યાસ સંબંધિત લોકો માટે સમય સારો રહેશે. પરિવાર સાથે ક્યાંક બહાર જવાની યોજના બનશે. દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત કરશો. ગુસ્સાથી બચવું.

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

વાતચીત કરતી વખતે શબ્દોનો ઉપયોગ સંભાળીને કરવો. તમારી વાતોથી કોઇને ખોટું લાગી શકે છે. વાદ-વિવાદ થઇ શકે છે. સ્વાસ્થ્યના મામલે બેદરકારી બીમારીનું કારણ બની શકે છે.

જે લોકોની જન્મ તારીખ 9, 18 કે 27 છે

કાર્યોમાં સફળતા મળશે, પરંતુ મહેનત વધારે કરવી પડશે. જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઇ શકે છે. ધૈર્યથી કામ લેશો તો વાત સંભાળી શકાશે.

X
weekly numerology rashifal of 7th October to 13th October
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી