સાપ્તાહિક અંક ભવિષ્ય / બર્થ ડેટ પ્રમાણે તમારા માટે 8 ડિસેમ્બર સુધીનો સમય કેવો રહેશે? કોને મળશે લાભ?

weekly numerology rashifal of 2 December to 8 December

  • જે લોકોનો જન્મ 10 અથવા 19 તારીખે થયો છે, તેમને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે, 2 તારીખે જન્મેલાં લોકો બેદરકારીથી બચે.

Divyabhaskar.com

Dec 02, 2019, 08:44 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ આ સપ્તાહ એટલે 2 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર સુધી થોડાં લોકોએ આકરી મહેનત બાદ પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે, જ્યારે થોડાં લોકો માટે આ સાત દિવસ પોઝિટિવ રહેશે. અંક જ્યોતિષમાં જન્મ તારીખના આધારે સ્વભાવ અને ભવિષ્યની વાતો જાણી શકાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે જાણો તમારા માટે 18 થી 24 નવેમ્બર સુધીનો સમય તમારાં માટે કેવો રહેશે?

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
આવકથી વધારે ખર્ચ થઇ શકે છે. આ કારણે માનસિક તણાવ બની રહેશે. કાર્યોમાં મોડું થશે. બુદ્ધિનો ઉપયોગ કરતાં પરેશાનીઓને દૂર કરવાનો પ્રયાસ કરો. ગુસ્સાથી બચવું.

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
ધન સંબંધી કાર્યોમાં બેદરકારીથી બચવું. નાની ભૂલ પણ મોટું નુકસાન કરાવી શકે છે. વેપાર સંબંધિત યાત્રા થઇ શકે છે. થોડાં દિવસો બાદ સમય પક્ષનો થઇ જશે.

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
ધાર્મિક સ્થળોની યાત્રા કરવાના યોગ બની રહ્યા છે. જીવનસાથી સાથે સુખદ સમય વ્યતીત થશે. નોકરીમાં અધિકારીઓની મદદથી બાધા દૂર કરી શકશો.

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
લાભના અવસર મળશે. દુશ્મન હાવી થવાનો પ્રયાસ કરશે, પરંતુ જીત તમારી જ થશે. પ્રામાણિકતાથી કામ કરતાં રહેવું, ત્યારે જ સન્માન સાથે ધનલાભ મળી શકશે.

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
વ્યવસાય મામલે કોઇ અજાણ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો નહીં. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું. આકરી મહેનત બાદ સફળતા મળશે, હર્ષ જળવાઈ રહેશે. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું.

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
લાંબી યાત્રા કરવી પડી શકે છે. લેણ-દેણ સમજી-વિચારીને કરો. વાદ-વિવાદથી બચવાની કોશિશ કરો, નહીંતર મોટી પરેશાની ઊભી થઇ શકે છે. વાહનનો પ્રયોગ સાવધાનીથી કરો.

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
શાસકીય કાર્યોથી લાભ મળવાની સંભાવના છે. જૂના અટકાયેલાં કાર્યો ફરીથી શરૂ થઇ શકે છે. ઉધાર આપેલું રૂપિયા પાછા મળી શકે છે. વાદ-વિવાદથી બચો.

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
પ્રેમ-પ્રસંગમાં સફળતા મળવાના યોગ છે. વાહન ચલાવતી સમયે બેદરકારી ન કરો. મોસમી બીમારીઓની પકડમાં આવી શકો છો, ખાન-પાનનું ધ્યાન રાખો. દુશ્મનો હાવી થઇ શકે છે.

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. જીવનસાથીની મદદથી બાધા દૂર કરી શકશો. દુશ્મનના કારણે સમસ્યાઓ વધી શકે છે. સાવધાન રહેવું.

X
weekly numerology rashifal of 2 December to 8 December

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી