સાપ્તાહિક અંક ભવિષ્ય / જન્મતારીખ પ્રમાણે તમારા માટે 10 થી 16 ફેબ્રુઆરીનો સમય કેવો રહેશે? કોને મળશે ભાગ્યનો સાથ?

Weekly numerology rashifal of 10 February to 16 February

  • 10 અને 28 તારીખે જન્મેલા લોકોને આ અઠવાડિયે નોકરીમાં સફળતા મળી શકે છે, અંક 2 ધરાવતા લોકોને જીવનસાથી સાથે વિવાદ થઇ શકે છે

Divyabhaskar.com

Feb 10, 2020, 11:00 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ આ સપ્તાહ એટલે 10 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી થોડાં લોકોએ આકરી મહેનત બાદ પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે, જ્યારે થોડાં લોકો માટે આ સાત દિવસ પોઝિટિવ રહેશે. અંક જ્યોતિષમાં જન્મ તારીખના આધારે સ્વભાવ અને ભવિષ્યની વાતો જાણી શકાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે જાણો તમારા માટે 10 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધીનો સમય તમારાં માટે કેવો રહેશે?

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
આ અંકના લોકોને નોકરીમાં સફળતા મળી શકે છે. બેરોજગારને રોજગાર મળી શકે છે. યાત્રા થઇ શકે છે. પરિવાર સાથે સુખદ સમય વ્યતીત થશે. બેદરકારીથી બચવું.

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
પરણિતા લોકોના જીવનમાં તાલમેલ જાળવી રાખો. જીવનસાથી સાથે વાદ-વિવાદ થઇ શકે છે. લાંબી દૂરની યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. ખરાબ આદતોથી અને સંગતોથી બચવું.

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
મિત્રો અને સંબંધીઓ પાસેથી શુભ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઇ શકે છે. ખાન-પાનનું વિશેષ ધ્યાન રાખો. આવકમાં વધારો થવાના યોગ છે.

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
અજાણ્યો ડર બની રહેશે. ચિંતાઓના કારણે કોઇ કામમાં મન લાગશે નહીં. કાર્યોમાં મોડું થવાથી તણાવ વધશે. વાદ-વિવાદથી બચવું. ગુસ્સો કરવો નહીં. ધૈર્યથી કામ લેવું.

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
ધન સંબંધી કાર્યોમાં કોઇ પણ પ્રકારની બેદરકારી કરશો નહીં. સાવધાનીથી કામ કરશો તો લાભના યોગ બની શકે છે. દુશ્મનો ઉપર કાબૂ મેળવવા માટે મિત્રોની મદદ મળશે.

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
આ અઠવાડિયે ખાનપાનમાં થયેલી બેદરકારી હાનિકારક સાબિત થઇ શકે છે. ભાગદોડ વધારે રહેશે, આશા પ્રમાણે ફળ મળશે નહીં. ચિંતાઓનો સામનો કરવો પડી શકે છે.

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. જીવનસાથીના સહયોગથી બાધા દૂર થઇ શકે છે. ધન સંબંધી કાર્યોમાં વરિષ્ઠ લોકોનું માર્ગદર્શન કામ આવી શકે છે.

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
વાહન ચલાવતી સમયે સાવધાની રાખો. સાથીઓથી આગળ વધવાની જલ્દીમાં પોતાનું નુકસાન કરાવી શકો છો. સમજી-વિચારીને કામ કરશો તો સારું રહેશે.

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
તીર્થ યાત્રા પર જવાનો યોગ બનશે. મન પ્રસન્ન રહેશે. શાસકીય કાર્યોમાં મોડું થવાથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મિત્રોના સહયોગથી લાભ મળી શકે છે.

X
Weekly numerology rashifal of 10 February to 16 February

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી