સાપ્તાહિક  અંક ભવિષ્ય / 03, 12, 21 અને 30 તારીખે જન્મનારની ચિંતા દૂર થશે

weekly Numerology by Hirav Shah

Divyabhaskar.com

Jul 05, 2019, 05:14 PM IST

જન્મતારીખ : 01, 10, 19, 28 - અઠવાડિયાની શરૂઆતમાં યાત્રા પ્રવાસ, આર્થિક પ્રગતિ, શેર સટ્ટાબાજી અને લોટરીમાં અચાનક ધનલાભ થઈ શકે છે. વેપાર-ધંધો સારો ચાલશે. દાંપત્ય સુખમાં કમી આવશે.


...............

જન્મતારીખ : 02, 11, 20, 29 -અઠવાડિયાની શરૂઆતમાં અણધાર્યા લાભની સંભાવના છે. કર્મક્ષેત્રમાં ભાગ્યવર્ધક પરિવર્તનનો યોગ. આપના પ્રયાસોથી વ્યાપારને ટોચ પરપહોંચાડી શકશો.

..................


જન્મતારીખ : 03, 12, 21, 30 -અઠવાડિયાની શરૂઆતમાં સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. ચિંતામુક્ત થશો. આર્થિકક્ષેત્રે સંયમરાખવો. કુટંબુનું સારું વાતાવરણ મનને પ્રસન્નતા આપશે.


..............


જન્મતારીખ : 04, 13, 22, 31 -અઠવાડિયાની શરૂઆતમાં વિવાદોથી બચવું. લગ્નજીવન સારું રહેશે. કઠોર નિર્ણય લેવાનો સમય છે. અઠવાડિયાનાં કાર્યોમાં તમે ક્યાં ખોટા હતા તે વાતની સાચી ખબર પડી જાય.


............

જન્મતારીખ : 05, 14, 23 -અઠવાડિયાની શરૂઆતમાં સંતાન પક્ષ, મિત્ર વર્ગ સંબંધી શોધપૂર્ણ કાર્યોમાં સમય પસાર થશે. સ્વા સ્થ્ય ઉપર ધ્યાન આપવું ઉજાણી અને સમારંભોમાં તમારી હાજરીથી રોનક વર્તાય.


...........


જન્મતારીખ : 06, 15, 24 -શરૂઆતના પ્રથમ બે દિવસમાં તમે પરિવાર તરફ અને ખાસ કરીને માતા તરફ વધુ સમૃદ્ધ થશો. સ્થિતિને અનુરૂપ વ્યવહાર કરવો, ભવિષ્યમાં સફળતા મળશે.

................

જન્મતારીખ : 07, 16, 25 -અઠવાડિયાના શરૂઆતના પ્રથમ બે દિવસમાં આર્થિક ક્ષેત્રમાં શોધપૂર્ણ કાર્ય થવાના યોગ. તમારા દરેક કાર્યોમાં ઘણો વેગ આવે. પૈસાના વ્યવહારમાં સાવધાની રાખવી.

................

જન્મતારીખ : 08, 17, 26- કોઈ નવી જવાબદારી મળશે. ઘરમાં વડીલવર્ગની શારીરિક અસ્વસ્થતાથી ચિંતા વધે. તમારા પ્રયાસોને ચાલુ રાખો. વિઘ્નો, મુશ્કેલીઓનો સામનોકરી લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થશો.


...............

જન્મતારીખ : 09, 18, 27 -તમે સ્થાનિક પ્રશ્નો ઉકેલવામાં વ્યસ્ત રહેશો. નોકરી અને ધંધામાં લાભદાયી સોદા પૂરા થશે. વ્યાપારિક ભાગીદારીઓમાં વિશેષ વૃદ્ધિનો યોગ.


(માહિતી- હિરવ શાહ, અંક ભવિષ્ય)

X
weekly Numerology by Hirav Shah
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી