સાપ્તાહિક રાશિફળ / આ અઠવાડિયે મેષ જાતકોએ વિવાદમાં ઉતરવું નહીં, મિથુન રાશિના લોકોએ ધીરજ રાખવી

Weekly horoscope from 17th February to 23rd February by Astrologer Hamil Lathiya

Divyabhaskar.com

Feb 15, 2020, 12:04 PM IST

ધર્મ દર્શન ડેસ્કઃ તા.17 ફેબ્રુઆરી, સોમવારથી તા. 23 ફેબ્રુઆરી, રવિવાર એટલે કે, મહાવદ નોમથી લઇને અમાસ સુધીનો સમયગાળો કેવો રહેશે? ચંદ્ર રાશિ પ્રમાણે આ સાત દિવસ બારેય રાશિના જાતકો માટે કેવા રહેશે. આ વિશેની જાણકારી અમદાવાદના મેદનીય જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયા દ્વારા આપવામાં આવી રહી છે.

મેષઃ- બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું. ખર્ચ પર અંકુશ રાખવો. યોગ્ય સલાહ બાદ જ નવું કાર્ય શરૂ કરો.
વૃષભઃ- લગ્નજીવનમાં પતિ-પત્ની વચ્ચે સારો વિચારમેળ રહે. માર્કેટિંગમાં લાભ સંભવિત છે. કામનું થોડું ભારણ રહે
મિથુનઃ- કાર્યમાં ધીરજ રાખશો તો સારું રહેશે. નવું આયોજન શરૂ થઇ શકે છે. સમયનો વ્યય થાય નહીં તેની તકેદારી રાખવી
કર્કઃ- નવીનકાર્ય કરવાથી લાભ સંભવિત છે. લગ્નયોગમાં વાર્તાલાપ સારો રહે. કામકાજમાં પરિવર્તનની તક મળશે
સિંહઃ- નિર્ણયશક્તિનો અભાવ જોવા મળે. મજાકવૃત્તિથી દૂર રહેવું. કામ ટાળવાની વૃત્તિ જોવા મળી શકે છે
કન્યાઃ- કોઈ આકસ્મિક તક મળી શકે છે. વાર્તાલાપમાં સારો સમય પસાર થાય. નવું જાણવાનું મળે
તુલાઃ- પસંદગીની ખરીદી થાય. વડીલવર્ગ તરફથી સારો અનુભવ મળે. સામાજિક કાર્યમાં યોગદાન આપી શકો છો
વૃશ્ચિકઃ- ધીરજનો અભાવ દેખાય. મુસાફરી થઈ શકે. કામમાં થોડી વિલંબિતતા જોવા મળે.
ધનઃ- પરિચિત સાથે કોઈ કાર્ય થાય, કાર્યમાં ઉત્સાહનો અભાવ રહે, આરામવૃત્તિ પણ રહી શકે છે.
મકરઃ- સારી વાતની આપ લે થઈ શકે છે. નવીન જાણકારી પ્રાપ્ત થાય. લગ્ન અંગેનો વાર્તાલાપ પણ સારો રહી શકે છે.
કુંભઃ- પરાણે કામ કરતા હોય તેવું લાગી શકે છે. કામ ટાળવાનું મન થાય. કોઇને વણમાંગી સલાહ આપશો નહીં.
મીનઃ- વડીલવર્ગનો પરિચિત સાથે ઉત્સાહ વધે. નવું આયોજન લાભપ્રદ બની શકે છે. જૂની ઓળખાણ તાજી થાય.

X
Weekly horoscope from 17th February to 23rd February by Astrologer Hamil Lathiya
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી