વિક્રમ સંવત 2076નું વાર્ષિક રાશિફળ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધર્મ ડેસ્કઃ વિક્રમ સંવત 2076 શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે આગામી વર્ષ તમારા માટે કેવું રહેશે, સ્વાસ્થ્ય, વ્યવસાય, નોકરી, પારિવારિક, આર્થિક વગેરે દ્રષ્ટિએ આવનારું વર્ષ તમારું કેવું રહેશે તેના વિશે અમે અહીં જણાવીશું. કારતક સુદ એકમથી શરૂ થતું ગુજરાતી બેસતું વર્ષ 28 ઓક્ટોબર 2019થી શરૂ થઈ રહ્યું છે જે આસો વદ, 14 નવેમ્બર 2020ના રોજ પૂર્ણ થશે. જાણો તમને નવું વર્ષ કેટલું ફળદાયી રહેશે?

શુભાશુભ તારીખોઃ-

માસસાનુકૂળ તારીખ

પ્રતિકૂળ તારીખ

નવેમ્બર9,10,13,15,18,21,24,27 11,12,19,22,25,29,30
ડિસેમ્બર1,2,3,5,12,17,22,25,29 

6,8,9,15,21,26,27,28

જાન્યુઆરી3,4,6,13,14,21,26,31 

2,5,9,11,12,19,27,29

ફેબ્રુઆરી5,7,9,15,17,23,27,28 

1,2,3,10,11,16,21,25

માર્ચ2,3,4,9,11,19,20,25,31 5,6,10,17,21,23,29
એપ્રિલ1,2,16,17,22,25,28,29 3,9,10,12,14,24,30
મે6,7,8,9,18,21,27,30 

1,3,5,10,19,20,29,31

જૂન5,6,9,10,11,12,15,23,28 

4,8,13,17,21,24,30

જુલાઈ8,12,13,17,18,22,25,30 

6,7,10,15,20,26,29

ઑગસ્ટ3,5,9,11,18,19,23,26,28 

1,10,12,13,17,25,30

સપ્ટેમ્બર2,5,10,12,17,20,24,29 

1,3,11,13,18,19,22,30

ઑક્ટોબર1,2,5,6,13,19,25,28,30 3,7,10,14,26,27,31

કન્યા રાશિના જાતકોએ કરવાના ઉપાયઃ-

 • રાશિનો મંત્ર : ઓમ્ સામગાન પ્રિયાય નમઃ |
 • અનુકૂળ દેવતા : ભગવતી અંબા
 • અનુકૂળ વ્યવસાય : ફેશન ડિઝાઇન, સૌંદર્યવર્ધક વ્યવસાય
 • અનુકૂળ રત્ન : મોતી
 • અનુકૂળ ગ્રહ: શુક્ર
 • શુભ રંગ : સફેદ, ગુલાબી
 • શુભ અંક : 2
 • શુભ વાર :બુધ
 • શુભ દિશા : પશ્ચિમ
 • મિત્ર રાશિ : મકર, વૃષભ
 • શત્રુ રાશિ: સિંહ, મીન

1) સંપૂર્ણ વર્ષમાં કેટલો લાભ થશે?

આપની કન્યા રાશિમાંથી ગુરુ ચોથા સ્થાને ભ્રમણ કરશે. આ દરમિયાન આપની તમામ ક્ષેત્રોમાં પરીક્ષા લેવાય.જીવનમાં ઘણી પ્રગતિકારક બાબતો બની શકે. વડીલોનું સન્માન જળવાય તેનું ધ્યાન રાખવું. શરીરમાં નવી ઊર્જાનો સંચાર થાય. કુટુંબનો સાથ-સહકાર મળે. આપના માતાપિતાનાં સ્વપ્નો આપ પૂરા કરી શકો. આપના જીવનસાથી સાથે વાદવિવાદ થઇ શકે છે. આપના યશ, માન, કીર્તિ પર દાગ ન લાગે તેની કાળજી રાખવી.  

આપની અઢી વર્ષની પનોતી પૂર્ણ થાય છે પરંતુ ફેબ્રુઆરી માસ સુધી સાવધાની રાખવી. વાહન ખરીદવાના યોગ બને, પરંતુ વાહન ચલાવવામાં કાળજી રાખવી. શનિની કૃપાથી લાંબા ગાળાની મુસાફરી થાય. રાજકીય દૃષ્ટિકોણથી આ શનિ આપને વિશેષ લાભ અપાવી શકે છે. પોતાના ક્ષેત્રમાં વર્ચસ્વ વધે. આપની નીતિ અને ઈમાનદારીથી લોકો પ્રભાવિત થઇ શકે. નોકરિયાત વર્ગ માટે શનિ લાભદાયી નીવડી શકે. અધિકારી વર્ગથી વિશેષ લાભ મળે.  

આપના વર્ષના ગ્રહની પરિસ્થિતિ અનુસાર રાહુનું ફળ આ વર્ષે મિશ્ર મળી શકે છે. ભાગ્યને સહારે આપને લાભ થઇ શકે છે. બની શકે તો કોર્ટ કેસ કે મગજમારીથી દૂર રહેવું. હૃદયની તકલીફવાળા લોકોએ પૂર્ણ સાવધાની રાખવી. આપ જો કોઈ પરીક્ષાની તૈયારી કરતા હો તો મહદ્્ંશે લાભ થાય. ધાર્યા કાર્યોમાં વિલંબ થતા તબિયત પર અસર પડી શકે છે. ગમે ત્યાં સંબંધ બગાડતા પહેલાં વિચાર કરવો નહીંતર સંબંધોમાં તિરાડ પડવાની શક્યતા છે.  

આપના દાંપત્યજીવન સંદર્ભમાં આ વર્ષે આપને લાભ થઇ શકે છે. જેના લગ્નજીવનમાં ભંગાણ હોય અથવા ભંગાણના આરે હોય તેવા લોકોને આ વર્ષ દરમિયાન શુભ ફળ મળી શકે તેમ છે. આપ એકબીજાના સુખદુ:ખના સાથી છો માટે આપે વાદવિવાદ છોડી પ્રેમપૂર્વકનું વલણ અપનાવશો તો જીવનમાં ખૂબ પ્રગતિ થશે. જે જાતકોનાં લગ્ન નથી થયાં તેવા લોકોને આ વર્ષ શુભ ફળદાયી બની શકે તેમ છે. એકંદરે દાંપત્યજીવનમાં સમજણ કેળવશો તો સમસ્યા ક્યારેય નહીં ઉદ્્ભવે.  

શારીરિક દૃષ્ટિકોણથી જોતા વિક્રમ સંવત 2076નું વર્ષ આપને માટે લાભદાયી નીવડી શકે છે.  આ વર્ષ દરમિયાન અનિદ્રાની ફરિયાદ આપને થઇ શકે. હાડકાંને લગતી બીમારીથી આપને પીડાવું પડે. જો આપ વ્યસન કરતા હો તો નિશ્ચિતરૂપે ગંભીર બીમારીનો સામનો કરવો પડે. આયોજિત કરેલા પ્રવાસમાં વિઘ્ન આવી શકે. તેમ છતાં કોઈ સ્થાને જવાનો નિર્ધાર કર્યો હોય તો પણ છેલ્લા સમયે કાર્યક્રમ રદ કરવો પડે. વર્ષના અંતે પરિવાર સાથે નાની યાત્રા થઈ શકે છે.  

સંતાન ની દૃષ્ટિએ આવનારું આ વર્ષ આપને માટે ખૂબ લાભકારક બની શકે છે સંતાનપ્રાપ્તિની મહેચ્છા ત્રણ માર્ચ પછી પરી પૂર્ણ થતી હોય તેવું લાગશે આપના સંતાનો નું સ્વાસ્થ્ય આપને મુશ્કેલીમાં મૂકી શકે છે આપના સંતાનોના વિદ્યાભ્યાસના પ્રશ્નોને કારણે શાળા કે કોલેજમાં શિક્ષકો થકી ઠપકો મળી શકે છે. આપના અભ્યાસ માટે આપ ખૂબ ચિંતિત છો, ઉચ્ચ અભ્યાસ માટેના આપના વિચારો આપને પૂર્ણ ફળદાયી બની શકે છે.  

વર્ષના પ્રારંભમાં નોકરીમાં કેટલીક બાબતે પ્રતિકૂળ બાબતોનો સામનો કરવો પડે. પોતાની જવાબદારી અને કાળજીથી કર્યું  હશે તો નોકરીમાં આપની પ્રગતિ નિશ્ચિતરૂપે થશે. 24 જાન્યુઆરી પછી લાંચ, કાનૂની કાર્યવાહી કે નોકરી ભંગનો સામનો કરવો પડે. ધંધામાં ઉતારચડાવ આવે. જે સ્થાને રોકાણ કર્યું હોય તે સ્થાનેથી નાણા પરત ના આવી શકે. જો લોન લઇ કોઈ કાર્ય કર્યુ હોય તો આ સમય મુશ્કેલ બને. નાના પાયાનો વ્યવસાય પ્રગતિ તરફ લઈ જાય.  

આ વર્ષે તમારા નામે રહેલી સંપત્તિમાં વધારો કે ઘટાડો જોવા મળતો નથી. સ્થાવર-જંગમ મિલકતમાં આવક ઊભી કરી શકાય. પોતાનું ઘર હોય તો ઘર ભાડે આપી શકાય પણ કાનૂની બાબતોથી સાવધાન રહેવું. સોના-ચાંદીમાં રોકાણ લાભ કરાવી શકે છે. બાપ-દાદાની જમીનને સાચવવી આપના માટે અઘરી બને. જમીનને લગતા કેટલાક પ્રશ્નો સર્જાય. આકસ્મિક સંપત્તિ પ્રાપ્ત થઇ શકે. એકંદરે સ્થાવર-જંગમ મિલકતમાં સાવધાની રાખવી હિતાવહ છે.  

આવનારો આ વર્ષનો સમય આપના માટે શત્રુઓની બાબતમાં સાનુકૂળ બની શકે તેમ છે. શત્રુઓ આપના વિરુદ્ધ કેટલીક વ્યૂહરચના ઘડી શકે પરંતુ તેમાં તમારા વિરોધીઓને સફળતા ન મળે. શત્રુઓ કે હિતશત્રુઓ દ્વારા આચરવામાં આવતાં કેટલાંક કાવતરાં આપની પ્રગતિને અવરોધે એવું બની શકે. કોર્ટમાં ચાલતી કેટલીક બાબતોમાં આપની તરફેણમાં નિર્ણય આવી શકે. પરંતુ કેટલાક અપરાધમાં સંડોવણી થવાથી આપને સજા પણ મળી શકે. એકંદરે કોર્ટ કચેરીની બાબતમાં આ વર્ષે આપને લાભ થઇ શકે છે.  

આવનારું આ વર્ષ મહિલાઓ માટે મધ્યમ ફળદાયી બની રહે. જો કોઈ પણ પ્રકારની જીદ પકડેલી હોય તો આપની મુશ્કેલીમાં વધારો થશે. વિના કારણ  ચિંતા કે કોઈની સાથેનો  વાદવિવાદ આપની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. જો આપના નવાં નવાં લગ્ન થયાં હોય તો સાસરી પક્ષમાં આપને લાભ થઈ શકે છે. વિદ્યાભ્યાસ બાબતે ચિંતામાં વધારો થાય, પરંતુ એકાગ્ર ચિત્તે અભ્યાસ કરશો તો લાભ થઇ શકે છે. વર્ષના અંતિમ ભાગમાં સ્ત્રીરોગ સંબંધિત બાબતોમાં સાવચેતી રાખવી.  

પ્રેમની બાબતમાં આ વર્ષે આપને ખાસ કંઈ સફળતા મળે તેમ લાગતું નથી. એક વખત આપ છેતરાયા હશો પણ બીજી વખત આપને ધ્યાન રાખવું પડે. વારંવાર પ્રિયતમાની મુલાકાતથી આપ વધુ પ્રસન્ન રહી શકો. વર્ષના મધ્ય ભાગ પછી આપનું ધાર્યુ ન થતાં સંબંધોમાં તિરાડ પડી શકે છે. જો આપની પ્રિયતમ વ્યક્તિ આપની સાથે વ્યવહાર ઓછો કરે તો તેની અસર આપના સ્વાસ્થ્ય પર પણ પડી શકે. માટે નાની ઉંમરના લોકો એ આ બાબત પર વધુ ચિંતન ન કરવું.  

વિક્રમ સંવંત 2076નું આ વર્ષ વિદેશ સંબંધમાં આપને લાભદાયી નીવડી શકે છે. વિદેશમાં વસતા આપના સ્વજનથી આકસ્મિક લાભ થતાં આપની પ્રગતિને વેગ મળી શકે છે. વિદેશમાં વસતી કોઈ વ્યક્તિના સહયોગથી આપ વિદેશ જઈ શકો છો. વિદેશથી આપને લાભ મળવાને કારણે આર્થિક રીતે આપ સજ્જ થઇ શકો છો. વિદ્યાર્થીમિત્રોને વિદેશની કોલેજમાં એડમિશન મળતા આનંદમાં વધારો થઇ શકે છે. વિદેશનું રોકાણ આપને લાભદાયી નીવડશે.  

કન્યા રાશિના જાતકોને પોતાની સમસ્યાના નિવારણ માટે સફેદ આંકડાનાં 11 ફૂલ લઇ દર શનિવારે ભગવાન હનુમાનજીને અર્પણ કરવા. ઉપરાંત દર બુધવારે અને શુક્રવારે પોતાની કુળદેવીને યાદ કરી યથાશક્તિ પ્રસાદ ધરાવી ગરીબોમાં વહંેચવો. મુશ્કેલીઓ સતાવતી હોય તો માતા-પિતાનું પૂજન કરી તેમના આશીર્વાદ લઇ કોઈ પણ કાર્યનો પ્રારંભ કરવો. મા અંબાના વિસા યંત્રને અભિમંત્રિત કરી, પૂજાના સ્થાને મૂકીને પૂજન કરવું. દેવી કવચનો પાઠ કરવો.  

આ વર્ષે આપને વિચારવાયુનો પ્રશ્ન રહી શકે છે. વધુ પડતું વિચારવાથી નૈસર્ગિક સુખ હણાઇ શકે છે. વધારે પડતી ચિંતાથી આપનું નૂર ઘટી શકે છે. માન-અપમાનની ચિંતા કર્યા વગર પોતાનું કાર્ય કરતું રહેવું. લાંબા ગાળે લાભ થઇ શકે. ઘણી ચિંતાઓમાં સામનો કરવો પડે. અભ્યાસમાં પ્રશંસા મળે.  

આર્થિક દૃષ્ટિએ આપનું વર્ષ ખૂબ સારું રહે. જાન્યુઆરી પછી આવકમાં વધારો થાય. વર્ષના મધ્ય ભાગ પછી પગારમાં કે આવક વધવાથી શોખ પૂરા થાય. પોતાની મિલકતમાંથી અર્થોપાર્જન કરી શકાય. વર્ષના અંતે સંતાન પાછળ નાણાનો વ્યય કરવો પડે. ખર્ચ વધવાથી ચિંતા વધે.  

(વાર્ષિક ભવિષ્યફળ રજૂ કરી રહ્યા છે જ્યોતિષાચાર્ય ડૉ. જલ્પેશ મહેતા. acharyajalpeshmehta@gmail.com)

અન્ય સમાચારો પણ છે...