5 નવેમ્બરનું ટેરો રાશિફળ / મંગળવારે મિથુન રાશિવાળા માટે દિવસ રચનાત્મક રહેશે તો કુંભ રાશિવાળા વિદેશયાત્રની યોજના બનાવી શકે છે

Daily Tarot Bhavishya of 5 November 2019

Divyabhaskar.com

Nov 04, 2019, 03:59 PM IST

મેષ- Strength


આજે તમને કામમાં મોડું થઈ શકે છે કે થોડા સમયમાં કામ અટકી શકે છે. તમારે થો઼ડા ધૈર્યથી કામ લેવું પડશે. તમારા પરિજનો અને પ્રિયજનો તમારી ઉપર ભરોસો કરશે. તમારે તમારી ક્ષમતાઓ પર ભરોસો રાખવો પડશે. સ્થિતિ તમારા પક્ષમાં રહેશે.
કરિયર- કામમાં મો઼ડું થઈ શકે છે. ઓફિસના લોકો તમારાથી નિરાશ થઈ શકે છે, શાંત અને સમાન્ય રહો.
લવ- તમારા સાથી જાણે છે કે તમે શું પ્રાપ્ત કરવામાં સક્ષમ છે, તે તમારા હિતોમાં તમારું સમર્થન કરશે.
હેલ્થ- દાંતના દુખાવો તમને અસર કરી શકે છે.

-----------------


વૃષભ- The Empress

જરૂરિયાતના મામલાઓમાં પોતાના લોકોની સલાહ લેવાની જરૂર પડી શકે છે. તમારા મિત્રોથી મદદ મળશે અને તમે તેની ઉપર કેટલીક વસ્તુઓ માટે નિર્ભર રહી શકો છો. તમારા લોકોની વાતને ધ્યાન રાખો અને સમજી-વિચારીને કોઈ વાતનો નિર્ણય લો.તમારા કેટલાક નિર્ણય તમારા ભવિષ્ય માટે મિલનો પત્થર સાબિત થઈ શકે છે.
કરિયર- મિત્રો તમારા માર્ગદર્શન માટે કામ આવી શકે છે. સારા નિર્ણય લેવાની તમારી અંદર ક્ષમતા છે જે કરિયરને આગળ વધારવામાં મદદ કરી શકે.
લવ- તમારા સાથીની વાત સાંભળો અને સમજો પછી કહો કે તમારે સંબંધોથી શું જોઈએ છે.
હેલ્થ- માંસપેશીનો દુઃખાવો પરેશાન કરી શકે છે.

-----------------


મિથુન- Four of Cups

આજનો દિવસ તમારી માટે ઘણો જ રચનાત્મક હોઈ શકે છે. સમસ્યાઓ સાથે ડીલ કરવાની તમારી રીત પ્રશંસનિય રહેશે. તમારે ઈગોથી બચવું પડશે. થોડો સમય તમારી માટે ફાળવીને એ કામ કરો જે તમને માનસિક શાંતિ અને પ્રોત્સાહન આપે. તમારો શોખને જીવિત રાખવા માટે આ એક જૂરૂરી પગલું છે.
કરિયર- તમારો ઉત્સાહ અને રચનાત્મકતા તમારી પ્રગતિ કરવામાં મદદ કરી શકે. તમારા સાથી તમારી સમસ્યાઓને ઉકેલવાની રીતની પ્રશંસા કરશે.
લવ- તમારા સાથીની સાથે પેન્ટિંગ અને બાગાયતી જેવી મજેદાર વસ્તુઓને સમજવા માટે બીજા કરતા વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે.
હેલ્થ- બહાનું ભોજન લેતા બચો, ફૂડ પોઇઝનિંગ થઈ શકે.

-----------------


કર્ક- Eight of Wands


આજનો જિવસ તમારી માટે ભોગદોડીવાળો રહેશે. કેટલાક જરૂરી કામ માટે ટ્રાવેલિંગ કરવું પડશે. તમે તેની માટે તૈયાર રહો. કેટલાક કામો તમારે મિત્ર અને સાથીના આધરે છોડવા પ઼ડશે. કોઈ મામલામાં સંતોષનો ભાવ બતાવવો પડી શકે. જેની માટે તૈયાર રહો.
કરિયર- કામ માટે યાત્રા કરવી પડે. તમારી ટીમ તમારી તરફ જુએ છે, કારણ કે તમે કામ પ્રત્યે સારું વલણ દાખવો છો.
લવ- તમારા સાથી હાથથી લખેલી ચીઠ્ઠી અને અક્ષરો જેવી નાની વસ્તુઓની પ્રશંસા કરે છે. એ જ કરો જે તમને ખુશ રાખે.
હેલ્થ- તમારા સાંધામાં દુઃખાવો થઈ શકે.

-----------------


સિંહ- Four of Pentacles

આજે તમારે ધૈર્ય સાથે કામની શરૂઆત કરવી પડશે. કેટલાક કામમાં મો઼ડું થવાથી તમે પરેશાન થઈ શકો કે ગુસ્સો કરી શકો. તેનાથી બચવાનો પ્રયાસ કરો. તમારે તમારા ટાર્ગેટ ઉપર ફોકલ કરવું પડસે. તેની માટે નાની-નાની ભૂળોને સુધારીને આગળ વધવાનો દિવસ છે. તમારા લોકો સાથે ખુલીને વાત કરો અને તેમને પ્રોત્સાહિત કરો.
કરિયર- આજે તમારો દિવસ ઓફિસમાં નહીં રહે, કારણ કે કામમાં મોડું થઈ શકે. હકારાત્મક રહો, તમારા લક્ષ્ય પૂર્ણ થશે.
લવ- તમે સાથીને સારી રીતે સમજી શકો છો. તેમની સાથે રસરુચિ જાહેર કરો.
હેલ્થ- વાળ ખરવાની સમસ્યા તમને પરેશાન કરી શકે.


-----------------

કન્યા- The Devil

આજનો દિવસ હળવા-મળવામાં કે મિટિંગમાં ભવિષ્યની યોજનાઓ પર કામ કરવામાં વીતી શકે છે. તમારે ઘણો સમય ઓફિસ કે બિઝનેસ સાથે જોડાયેલાં મુદ્દાઓને ઉકેલવા માટે આપવો પડશે. તમારી કાર્યક્ષમતાઓની પ્રશંશા થશે. તમારે કેટલીક જૂની વાતોને ભૂલીને આગળ વધવાની સલાહ કાર્ડ આપી રહ્યું છે.
કરિયર- આજે તમારે મિટિંગમાં વ્યસ્ત રહેવાથી તમારી પ્રસ્તુતિ અને કૌશલ્યની તમારા વડીલો દ્વારા પ્રશંસા થશે.
લવ- ભૂતકાળમાંથી બહાર નિકળીને આગળ વધો, કોઈ નવા વ્યક્તિ સાથે મળવાની શક્યતા છે જે તમારી સાથે સારો છે અને તમને પ્રેમ કરે છે.
હેલ્થ- તમારા શરીરને ડિટોક્સિફાઈ કરવા માટે વધુ પાણી પીવો.

-----------------

તુલા- The Sun

આજે તમને થોડી નિરાશા થઈ શકે. તમારા કેટલાક પ્રસ્તાવ રિજેક્ટ થઈ શકે. તમારા ટાર્ગેટ પૂરો કરવા માટે ઘણો પોઝિટિવ એટિટ્યૂડ રાખવો પડશે. તમારા મૂડને લાઈટ રાખવો પડશે, પ્રિયજનોની સાથે થોડો સમય પસાર કરો, જેનાથી તમારી માનસિક શક્તિ અને હકારાત્મકતાનો આભાસ થાય.
કરિયર- આજે નિરાશા રહેશે કે તમારે વધુ પડતી નોકરીને અરજીઓ રિડેક્ટ થઈ ગઈ છે. હકારાત્મક રહો, તમને નવી નોકરી મળશે જે તમને પસંદ છે.
લવ- તમારી સાંજ તમારા સાથી સાથે વિતાવો. ભોજન પર વાતચીત કરીને તમને વાસ્તવમાં સારી રીતે રહેવામાં મદદ મળશે.
હેલ્થ- પ્રોટિનનું સેવન વધારો, કારણ કે તમને વધુ થાક લાગી શકે છે.

-----------------


વૃશ્ચિક- Ace of Wands

આજે તમારા વ્યવહારમાં ઘણી પરિપક્વતા રહેશે. કોઈ મામલામાં તમે અપેક્ષાથી વિપરિત ઘણા ઓછા સમયમાં સારું પરિણામ મેળવી શકો છો, જેનાથી તમને ઘણી પ્રશંશા મળશે. આજે તમારી પોઝિટિવીટી હાઈ રહેશે, જેનો ફાયદો તમારી જોબ અને બિઝનેસ બંનેમાં મળી શકે છે. પોતાની જાતને પૂરી રીતે હકારાત્મક રાખો અને તમારા ટાર્ગેટ પર ફોકસ રાખો.
કરિયર- તમારા બોસ તમારા જ્ઞાન અને વસ્તુઓને ઝડપથી પૂરો કરવાની ક્ષમતાની પ્રશંશા કરશે. વધુ સુસંગત થઈને તમારી પ્રતિષ્ઠા ટકાવી રાખો.
લવ- તમારા સાથીની સાથે કોઈ ફિલ્મ ડેટ કે ડિનર ડેટ ઉપર જવાનો પ્રોગ્રામ બની શકે છે.
હેલ્થ- આંખોનું સંક્રમણ તમારી ઉત્પાદકતાને અસર કરી શકે.

-----------------


ધન- Queen of Pentacles

આજે તમારો દિવસ તમારી વ્યસ્તતામાં પસાર થશે. તમને એક સમયે અનેક કામ કરવા પડશે, કે એક કામ પૂરું થતાંની સાથે જ બીજું કામ કરવું પડશે. તમારે એ પરિસ્થિતિ માટે માનસિક રીતે તૈયાર રહેવું પડે. પાર્ટનર્સ કે બોસ તમારા રામની રીતથી સંતુષ્ટ અને પ્રસન્ન રહેશે. જે તમારા સારા ભવિષ્ય માટે સારો સંકેત છે.
કરિયર- તમારા સિનિયર્સ અધિકારીઓમાં તમારી ઘણી ડિમાન્ડ છે. તમારી પાસે પોતાના કામ પૂરાં કરવા માટે યોગ્ય આવડત છે, તેનો ઉપયોગ કરો.
લવ- તમે પોતાના સાથી ચિડાયેલાં રહો છો, હવે શાંત રહો, તમારા સાથી તમારી દરેક વાત સાંભળશે.
હેલ્થ- કામને વધુ પ્રમાણમાં ન કરો, તમારી કમર અને પીઠમાં દુઃખાવો થઈ શકે.


-----------------


મકર- Justice

આજના દિવસે તમારે ધનના મામલાઓમાં થોડા સાવધાન રહેવું. તમને ઉધાર પૈસા આપવા કે લેવા એમ બંને સ્થિતિથી બચવું પડશે. જો તમે નાણાકીય મામલાઓમાં લાપરવાહી રાખશો તો શક્ય છે કે તમને ઘણું નુકસાન ઊઠાવવું પડી શકે છે, સાથે જ કેટલાક લોકો સાથે તમારા સંબંધ પણ ખરાબ થઈ શકે છે. તેને લીધે સાવધાન રહો.
કરિયર- નાણાકીય સ્થિતિ સારી રહેશે. મિત્રોને ઉધાર રૂપિયા આપવા માટે સમય સારો નથી, કારણ કે તમે તેને પાછા આપવામાં સક્ષમ નથી.
લવ- તમે તમારા સાથીને કોઈ એવું ઈનામ આપો જે તમને પસંદ હોય, તેઓ આ સંબંધોને મજબૂત કરવાની તમારી આ રીતની પ્રશંસા કરશે.
હેલ્થ- મોટા અવાજે મ્યુઝિક સાંભળવાની બચવું, તમને માઈગ્રેઈન થઈ શકે.


-----------------

કુંભ- The World

આજના દિવસે તમે વિદેશયાત્રાની યોજના બનાવી શકો છો. તમારી સામે કોઈ શાનદાર ઓફર આવી શકે છે. આ સમય છે તમારી આવડને ઊંડાણથી વિચારવાનો અને નવી શક્યતાઓથી પોતાની જાતને અપડેટ કરવાનો. તમારે તમારી વાત સારી રીતે રજૂ કરવી પડશે.
કરિયર- કામ પર નવા દેશમાં જવાની શક્યતાઓ છે. પોતાની નોકરીમાં સારું કરવા માટે તમારી આવડતને અપગ્રેડ કરો.
લવ- તમારા સાથીની સાથે ગલતફેમી થઈ શકે, તમારા સંવાદ સ્પષ્ટ રાખો.
હેલ્થ- ગરદનનો દુઃખાવો તમને પરેશાન કરે.


-----------------


મીન- King of Wands

આજનો દિવસ મોટો લાભ કમાવાનો છે. તમે કેટલીક એવી જગ્યાએ રોકાણ કરવાની યોજના બનાવી શકો છો જે તમને ભવિષ્યમાં ઘણો લાભ આપી શકે છે. તમારે ધનના મામલે સાવધાન રહેવું પડશે. ઉધાર પૈસા આપવાને બદલે કોઈ બીજી જગ્યાએ ઈન્વેસ્ટ કરો. તમારા મિત્ર તમારી સલાહ લઈ શકે છે. જે તમારી માટે ઘણી કારગર સાબિત થઈ શકે
કરિયર- પૈસા ઉધાર આપવા માટે સમય સારો નથી. તમે એવી જગ્યાએ રોકાણ કરો જે તમને શાનદાર રિટર્ન આપે.
લવ- તમારા મિત્ર તમને કોઈ સલાહ આપી શકે, કારણ કે જેઓ તમને પસંદ કરે છે, સંભાવનાઓ માટે ખુલ્લા રહો.
હેલ્થ- બદલાતું વાતાવરણ તમારા હેલ્થને બગાડી શકે.

X
Daily Tarot Bhavishya of 5 November 2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી